________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૪
બનાવું છું. એટલે તર્કનું દોહન કરું છું. આ સંવાદમાં યુક્તિવડે વાત કરી છે, માટે સમજનારે પણ તર્ક અને યુક્તિવડે સમજવાની મહેનત કરવી પડશે. એમને એમ ઉપર ટપકે સાંભળવાથી નહિ સમજાય.
જેમ છાશને વલોવે તો માખણ નીકળે તેમ પોતે જ્ઞાનમાં વિચાર કરીને સમજે તો સાચું તત્ત્વ મળે. જેમ ઘ૨નું માણસ ગમે તેવો પોચો ગરભલા જેવો રોટલો કરી દે પરંતુ તે કાંઈ ખાઈ ન દે, પોતાને જાતે ખાવો પડે, તેમ શ્રી સદ્દગુરુ ગમે તેટલી સહેલી ભાષા કરે પરંતુ ભાવ તો પોતાને સમજવા પડશે. તત્ત્વ સમજવા માટે પોતામાં વિચાર કરવો જોઈએ. જેમને કેવળજ્ઞાન અને કેવળ-દર્શનરૂપી આત્મલક્ષી પ્રગટી છે એવા શ્રી સર્વણ વીતરાગ પરમાત્માને નમસ્કાર કરીને તેમની કહેલી વાતને ન્યાયની સંધિથી યુક્તિપૂર્વક હું [ભૈયા ભગવતીદાસજી ] ઉપાદાન-નિમિત્તના સંવાદરૂપે કહીશ.
પ્રશ્ન
પૂછત હૈં કોઉં તહાં, ઉપાદાન કિહ નામ, કહો નિમિત્ત કહિયે કહા, કબકે હૈ ઇહ ઠામ. ૨.
અર્થ:- ત્યાં કોઈ પૂછે છે કે ઉપાદાન કોનું નામ ? નિમિત્ત કોને કહીએ ? અને તેમનો સંબંધ કયારથી છે તે કહો. ૨.
ઉપાદાન એટલે શું તે ઘણા લોકો જાણતા નથી; ચોપડામાં ઉપાદાનનું નામ પણ કયાંય આવે નહિ. દયા વગેરે કરીએ તો ધર્મ થાય એમ તો ઘણા લોકો સાંભળે છે અને માને છે, પરંતુ આ ઉપાદાન શું અને નિમિત્ત શું તેનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com