________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૧૧૧ અર્થ:- સમ્યગ્દર્શનપૂર્વકના જ્ઞાનરૂપ જે નેત્ર અને તે જ્ઞાનમાં સ્થિરતા સ્વરૂપ સમ્યક્રચારિત્રની ક્રિયારૂપ જે ચરણ તે બને મોક્ષમાર્ગને ધારણ કરે છે. ક્યાં ઉપાવાના નિશ્ચય હોય त्यां निमित्तरुप व्यवहार होय ज छे.
અજ્ઞાનીઓ માને છે કે સદગુરુનું નિમિત્ત અને આત્માનું ઉપાદાન એ બે થઈને મોક્ષમાર્ગ છે. જ્ઞાનીઓ જાણે છે કે- “જ્ઞાન નયન કિરિયા ચરન” -જ્ઞાન નયન તે મોક્ષમાર્ગ દેખાડે છે અને ચારિત્ર તેમાં સ્થિર થાય છે-આ રીતે જ્ઞાન અને ચારિત્ર એ બે થઈને મોક્ષમાર્ગ છે. ( જ્ઞાન કહેતાં તેમાં શ્રદ્ધા પણ આવી જ જાય છે.) જ્યાં આવો નિશ્ચય મોક્ષમાર્ગ હોય ત્યાં સદ્ગુરુના નિમિત્તરૂપ વ્યવહાર હોય જ. પરંતુ જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ તો એકલા ઉપાદાનથી જ થાય છે.
આત્મા દેહાદિ પર સંયોગોથી ભિન્ન છે; દયા વગેરેની શુભ કે હિંસા વગેરેની અશુભ લાગણી તે બન્ને વિકાર છે, તે આત્માનું સ્વરૂપ નથી; આમ પરથી અને વિકારથી ભિન્ન આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક જ્ઞાન તે આત્માની આંખ છે અને પુણ્યપાપના વિકાર રહિત સ્થિરતારૂપ કિયા તે ચારિત્ર છે, આ જ્ઞાન અને ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. પ્રથમ જ્ઞાનરૂપી આંખો વડે મોક્ષનો માર્ગ જાણ્યા વગર તે માર્ગમાં ચાલશે ક્યાંથી? આત્માના સ્વભાવને જાણ્યા વગર પુણમાં મોક્ષમાર્ગ માનીને અજ્ઞાનભાવે સંસારમાં જ રખડશે. પહેલાં શુદ્ધાત્માના જ્ઞાનપૂર્વક મોક્ષમાર્ગને ઓળખે અને પછી તેમાં સ્થિર થાય તો મોક્ષ પામે છે. જીવ પોતાના ઉપાદાન વડે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com