________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત દોહરા
૧૨૫ જે ક્ષણે પોતાની લાયકાત છે તે ક્ષણે જીવ પોતાની શક્તિથી જ્ઞાન કરે છે અને ત્યારે નિમિત્ત તરીકે શાસ્ત્ર હોય છે. જ્ઞાન થવાનું હોય માટે શાસ્ત્રને આવવું જ પડે તેમ નથી, અને શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું-એમ પણ નથી.
આમાના સામાન્ય જ્ઞાનસ્વભાવનું વિશેષરૂપ પરિણમન થઈને જ જ્ઞાન થાય છે તે જ્ઞાન નિમિત્તના અવલંબન વગર અને રાગના આશ્રય વગર સામાન્ય જ્ઞાનસ્વભાવના આશ્રયે જ થાય છે. ૭. કુંભારને લીધે ઘડો થયો નથી.
માટીને જે સમયની પર્યાયમાં ઘડો થવાની લાયકાત છે તે જ સમયે તે પોતાના ઉપાદાનથી જ ઘડારૂપે થાય છે, અને તે વખતે કુંભારની હાજરી (ઉપસ્થિતિ) તેના પોતાના કારણે હોય છે-તેને નિમિત્ત કહેવાય છે. ઘડો થાય તે વખતે કુંભાર વગેરે ન હોય તેમ બને નહિ પણ કુંભાર આવ્યો માટે માટીની અવસ્થા ઘડારૂપે થઈ–એમ નથી; ઘડો થવાનો હતો માટે કુંભારને આવવું પડ્યું એમ પણ નથી. માટીમાં સ્વતંત્ર તે સમયની પર્યાયની લાયકાતથી ઘડો થયો છે અને તે વખતે કુંભાર પોતાની પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હાજર છે; પણ કુંભારે ઘડો કર્યો નથી, તેમજ કુંભારના નિમિત્તથી ઘડો થયો નથી. ૮. એક પર્યાયમાં બે પ્રકારની લાયકાત હોય જ નહિ.
પ્રશ્ન- જ્યાં સુધી કુંભાર રૂપ નિમિત્ત ન હતું ત્યાં સુધી માટીમાંથી ઘડો કેમ ન થયો?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com