________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૩૯ દેહરૂપી પિંજરું તો જીવને શિવપુર જતા રોકનારું નિમિત્ત છે.
જ્ઞાની સાતમા-છઠ્ઠી ગુણસ્થાને આત્માનુભવમાં ઝૂલતા હોય ત્યાં છઠ્ઠા ગુણસ્થાને સંયમના હેતુથી શરીરના નિભાવ ખાતર આહારની શુભ-લાગણી ઊઠે તે પણ મુનિના કેવળજ્ઞાન અને મોક્ષને રોકે છે, માટે હું નિમિત્ત! શરીર આત્માને મુક્તિ કરવામાં મદદ કરે એ તારી વાત તદ્દન ખોટી છે.
વળી મનુષ્ય શરીર આ કાંઈ પહેલવહેલું નથી મળ્યું આવાં શરીરો તો અનંતવાર મળ્યાં છે-છતાં જીવ મુક્તિ કેમ ન પામ્યો? પોતે પોતાના સ્વાધીન આનંદ સ્વરૂપને જાણ્યું નહિ તથા સર્વજ્ઞ ભગવંત જેમ કહે છે તેમ સમજ્યો નહિ અને પરાશ્રયમાં જ અટકી ગયો તેથી જ મુક્તિ થઈ નથી. કેવળજ્ઞાન અને મુક્તિ તે આત્માના સ્વાશ્રય ભાવથી ઉપજેલી અવસ્થા છે, શરીરના કોઈ હાડકામાંથી કે ઇન્દ્રિયોમાં તે ઉપજતા નથી.
- જ્ઞાની અને અજ્ઞાનીને મૂળ દષ્ટિમાં જ ફેર છે. અજ્ઞાનીની દષ્ટિ પોતાના આત્મસ્વભાવ ઉપર નથી એટલે તે સ્વાધીનશક્તિને (ઉપાદાનને ) જાણતો નથી એટલે તે પરાશ્રિત દષ્ટિને લીધે સંયોગમાં બધે નિમિત્તને જ ભાળે છે અને તેની જ શક્તિ તે માને છે. જ્ઞાનીની દૃષ્ટિ પોતાના આત્મસ્વભાવ ઉપર છે, તેને ઉપાદાનની સ્વાધીનશક્તિની ખબર છે, તેથી તે જાણે છે કે જ્યાં પોતાનું સ્વભાવ સાધન હોય ત્યાં નિમિત્ત અનુકૂળ હોય જ; પરંતુ નિમિત્ત ઉપર જ્ઞાનીની દષ્ટિ નથી, જોર નથી. જો મનુષ્યદેહ ધર્મનું કારણ હોત તો મનુષ્યદેહ તો અનંતવાર મળ્યો ત્યારે જીવ ધર્મ પામી ગયો હોત! પરંતુ ધર્મ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com