________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૪૩
ચકલો, વેલણ, તાવડી, અગ્નિ, વણનાર એ બધાય હોય તો રોટલી થાય, પરંતુ તેમની મદદ ન હોય તો એકલો લોટ પડયો પડયો તેની રોટલી થઈ જાય ખરી? ન જ થાય માટે નિમિત્તની મદદ છે.
ઉપાદાનઃ- ચકલો, વેલણ, તાવડી, અગ્નિ અને વણનાર એ બધાય હાજર હોય પરંતુ જો લોટને બદલે રેતી હોય તો રોટલી થાય ખરી કે? ન જ થાય. કેમકે તે ઉપાદાનમાં તે જાતની શક્તિ નથી. એક માત્ર લોટ ન હોય તો રોટલી બનતી નથી અને લોટમાં રોટલીપણે થવાની જે સમયે લાયકાતરૂપે ઉપાદાન શક્તિ હોય છે તે સમયે તેને અનુકૂળ નિમિત્તો હાજર હોય જ-પરંતુ રોટલી તો સ્વયં લોટમાંથી જ થાય છે. કાર્ય તો એકલા ઉપાદાનથી જ થાય છે. આત્મામાં એકલા પુરુષાર્થથી જ કાર્ય થાય છે. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગી શરીર અને સાક્ષાત્ ભગવાનની હાજરી-એ કોઈથી લાભ થતો નથી, એ બધાં નિમિત્તો તો જીવને અનંતીવાર મળ્યાં છતાં ઉપાદાન પોતે સૂલટયું નહિ, તેથી જરાય લાભ થયો નહિ. પોતે જો સવળો પુરુષાર્થ કરે તો આત્માની ૫૨માત્મદશા પોતે જ પોતામાંથી પ્રગટ કરે છે-તેમાં તેને કોઈ નિમિત્તો મદદરૂપ થઈ શકતાં નથી, આમાં કેટલો પુરુષાર્થ આવ્યો? એક આત્મસ્વભાવ સિવાય જગતની સમસ્ત પરવસ્તુની દૃષ્ટિને પાંગળી બનાવી દીધી. મને મારા આત્મા સિવાય જગતની કોઈ ચીજથી લાભ કે નુકશાન નથી. કોઈ ચીજ મને રાગ કરાવતી નથી અને મારા સ્વભાવમાં રાગ છે નહિ–આવી શ્રદ્ધા થતાં જ, દૃષ્ટિમાં રાગ ન રહ્યો, તેમજ પરનો કે રાગનો આધાર ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com