________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
મૂળમાં ભૂલ રહ્યો, આધાર સ્વભાવનો રહ્યો; એટલે રાગ નિરાધાર લૂલો થઈ ગયો તે અલ્પકાળમાં ક્ષય થઈ વીતરાગતા થઈ જશે. આવો અપૂર્વ પુરુષાર્થ આ સાચી સમજણમાં આવે છે.
કોઈ જીવને આંખ-કાન સારાં હોય છતાં અજ્ઞાનભાવે તીવ્ર રાગ-દ્વેષ કરી સાતમી નરકે જાય, ત્યાં આંખ-કાન શું કરે? અને શ્રી ગજસુકુમાર મુનિને આંખ-કાન બળી જાય છે છતાં અંતરથી ઉપાદાન ઊછળ્યું છે તેથી કેવળજ્ઞાન પામે છે. આમાં નિમિત્તે શું કર્યું? એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાને રોકે કે મદદ કરે એ વાત સત્યના જગતમાં (અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં અને વહુના સ્વભાવમાં) નથી; અસત્ય જગત (અનંત અજ્ઞાનીઓ) તેમ માને છે તેથી તે સંસારમાં દુઃખી થઈને રખડે છે.
જીવ એકેન્દ્રિયપણામાંથી સીધો મનુષ્ય થઈ શકે છે, તે કઈ રીતે? એકેન્દ્રિયપણામાં તો સ્પર્શ ઇન્દ્રિય સિવાય કોઈ ઇન્દ્રિયો કે મનની સામગ્રી નથી છતાં આત્મામાં વીર્ય ગુણ છે તે વીર્ય ગુણના જોરે અંદર શુભભાવ કરે છે તેને લીધે તે મનુષ્ય થાય છે. કર્મનું જોર ઓછું થતાં શુભભાવ થયા એ વાત પણ ખોટી છે. પર વસ્તુથી કાંઈ પુણ્ય-પાપ થતાં જ નથી. જીવ પોતે જ મંદ ઊંધા વીર્ય વડે શુભભાવ કરે છે. ઉપાદાન પોતે સવળો પડીને સમજે તો પોતે મુક્તિ પામે છે. ઊંધો પડે ત્યારે પોતે જ રોકાય છે, કોઈ બીજું તેને રોકતું નથી.
જ્યારે સ્વતંત્ર ઉપાદાન જાગૃત થાય ત્યારે નિમિત્ત અનુકૂળ જ હોય. સ્વભાવના ભાનપૂર્વક પૂર્ણતાનો પુરુષાર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com