________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૭૫
બધા શા માટે આવ્યા છે? સુખનો માર્ગ સમજીને સુખી થવા માટે જ બધા આવ્યા છે. કાંઈ કોઈ આત્મા નરકમાં જવા અને દુઃખી થવા ઈચ્છે નહિ. સુખી થના૨નું સુખ તો સ્વાધીનપણામાં હોય કે પરાધીનપણામાં ? જો સુખ ૫૨ને આધીન હોય તો તે નાશ પામી જાય અને દુઃખ આવે, પરંતુ સ્વાધીન સુખ છે અને તે આત્મામાં જ સ્વતંત્રપણે છે. કોઈ ૫૨ ચીજની હાજરી વડે આત્માને સુખ મળે એ માન્યતા ખોટી છે, પરાધીન દષ્ટિ છે અને તે મહા દુઃખ આપનારી છે. પૈસા વગેરેથી મને સુખ મળે અગર તો સાચા દેવગુરુ-શાસ્ત્રથી આત્માને ધર્મ થાય એવી જે ૫૨૫દાર્થને આધીનપણાની માન્યતા તે આત્માને પોતાની શક્તિમાં લૂલોપાંગળો બનાવનારી છે, એવું થવું કોને ગમે ? જે જીવ ૫૨વસ્તુથી પોતાને સુખ-દુઃખ માને છે તે જીવે પોતાને શક્તિહીન ફૂલો, પાંગળો માન્યો છે જેને નિમિત્તાધીન દૃષ્ટિ છે તેને આત્મશક્તિની સંભાળ નથી અને તેથી તેવા જીવો ચાર ગતિમાં દુ:ખી થઈ રહ્યા છે. જગતના જીવો પોતાના આત્માના સામર્થ્યની સંભાળ કરતા નથી અને આત્માને પ૨નું અવલંબન માનીને, તેનાથી શાંતિ-સુખ માને છે પરંતુ તે માન્યતા સાચી નથી, ૫૨ના અવલંબને સુખશાંતિ છે જ નહિ. સ્વતંત્રતાની સાચી માન્યતા ન હોય તો તેમાંથી સ્વતંત્ર સુખ ન જ આવે, માટે પરતંત્રપણાની (નિમિત્ત આધીનપણાની ) શ્રદ્ધામાં દુ:ખ જ છે. ધર્મ અથવા સુખ આત્માની ઓળખાણ દ્વારા જ થાયછે.
આ ઉપાદાન-નિમિત્તના સંવાદમાં ગઈ કાલે ૩૫ દોહા પૂરા થયા છે. નિમિત્તની છેલ્લી દલીલ એમ હતી કે-ભાઈ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com