________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬)
મૂળમાં ભૂલ હે નિમિત્ત! જો સૂર્ય, ચંદ્ર કે દીપકથી દેખાતું હોય તો અંધ પાસે તે બધું મૂકીને તેનામાં દેખવાની શક્તિ લાવી દે, તે સૂર્ય વગેરે બધું હોવા છતાં આંધળાને કેમ નથી દેખાતું? ઉપાદાનમાં જાણવાની શક્તિ નથી તેથી જ તે જાણી શકતો નથી. જો ઉપાદાનમાં જાણવાની શક્તિ હોય તો તે (બિલાડી વગેરે) અંધારામાં પણ જાણી શકે છે. જ્યાં પ્રાણીની આંખ જ જાણવાની તાકાતવાળી છે ત્યાં તેને કોઈ અંધારું રોકી શકે નહિ, તેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન વગેરે આત્માના ગુણનો ચૈતન્યપ્રકાશ કોઈ સંયોગથી પ્રગટતો નથી પણ આત્મસ્વભાવથી જ તે પ્રગટે છે. જ્યાં આત્મા સ્વયં પુરુષાર્થ વડે સમ્યગ્દર્શનાદિરૂપ પરિણામે છે ત્યાં તેને કોઈ નિમિત્ત રોકનાર કે મદદગાર નથી, માટે નિમિત્તનું કાંઈ જ જોર નથી. આ જ પ્રમાણે શાસ્ત્રની મદદથી પણ જ્ઞાન થતું નથી. સમયસાર શાસ્ત્ર તો હજારો માણસો પાસે એક જ પ્રકારનું હોય, જો શાસ્ત્રથી જ્ઞાન થતું હોય તો તે બધાયને એક જ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ, પરંતુ તેમ તો બનતું નથી. એકને એક જ શાસ્ત્ર હોય છતાં કોઈ સવળો અર્થ સમજી સમ્યકત્વ પ્રગટ કરે અને કોઈ ઊંધો અર્થ લઈ ઉલટો મિથ્યાત્વને પુષ્ટ કરે,
ત્યાં શાસ્ત્ર શું કરે? સમજણ તો પોતાના જ્ઞાનમાંથી કાઢવી છે ને! કાંઈ શાસ્ત્રમાંથી સમજણ કાઢવી નથી. હું મારા જ્ઞાન વડે મારા સ્વતંત્ર આત્મસ્વભાવની ઓળખાણ કરું તો મને ધર્મનો લાભ થાય છે, કોઈ સંયોગથી મને લાભ થતો નથી –આમ જે નથી માનતા તે અજ્ઞાની છે.
અહા! જુઓ તો ખરા, ઉપાદાન સ્વભાવનું કેટલું જોર છે! ક્યાંય જરાક પણ પરાધીનપણું પાલવે તેમ નથી. આવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com