________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
મૂળમાં ભૂલ ભલે કોઈપણ પ્રકારનો રાગભાવ તે સંસારનું જ કારણ છે.” જીવ જે ભાવે તીર્થંકરગોત્ર બાંધે તે જ ભવે મોક્ષ જાય, તોપણ જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાણું તે તો રાગભાવ જ છે અને તે રાગભાવ તો કેવળજ્ઞાન અને મોક્ષને અટકાવનારો જ છે. જ્યારે તે રાગ ટળે ત્યારે જે તે કેવળજ્ઞાની તીર્થકર થાય.
પ્રશ્ન- ભલે તીર્થકરગોત્રનો રાગ તો ખરાબ છે, પરંતુ તીર્થંકરગોત્ર જે જીવે બાંધ્યું તે જીવને કેવળજ્ઞાન અવશ્ય થાય જ. તીર્થંકરગોત્ર બાંધવાથી એટલું તો નક્કી થઈ જ ગયું કે તે જીવા કેવળજ્ઞાન અને મોક્ષ પામવાનો જ-માટે એટલું તો નિમિત્તનું જોર કહેશો કે નહિ?
ઉત્તર:- ભાઈ રે! કેવળજ્ઞાન અને મોક્ષદશા તો આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણોથી થાય છે કે જે ભાવથી તીર્થકરગોત્ર થયું તે રાગભાવથી થાય છે? રાગભાવથી મોક્ષ થવાનું નક્કી થયું નથી પરંતુ તે જીવને સમ્યગ્દર્શનનું અપ્રતિહત જોર છે તેના કારણે અલ્પકાળમાં મુક્તિ પામવાનો છે-એમ નક્કી થયું છે. જે રાગથી ધર્મ માને અને રાગથી કેવળજ્ઞાન માને તે તીર્થકરગોત્ર તો ના બાંધે પરંતુ તેતર ગોત્ર બાંધે. કેમ કે તેની માન્યતામાં રાગનો આદર હોવાથી વીતરાગ સ્વભાવનો અનાદર કરતો કરતો તે પોતાની જ્ઞાન શક્તિને હારી જઈને હલકી ગતિમાં ચાલ્યો જશે.
વળી, આ પણ એક સમજવા જેવો ન્યાય છે કે, જે કારણે તીર્થકરગોત્રપ્રકૃતિ બંધાણી તે કારણને (રાગને) ટાળ્યા વગર તે પ્રકૃતિ ફળ પણ આપતી નથી. જે તીર્થંકર પ્રકૃતિ બંધાણી તે તો ઘણો વખત સુધી ફળ પણ આપતી નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com