________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૩૦
પડયો તે ક્ષાયિક સમકિત પામ્યા નહિ, માટે ઉપાદાનથી જ ક્ષાયિક સમકિત થાય છે, નિમિત્તથી થતું નથી.
જે જીવ ધર્મ સમજે છે તે પોતાના પુરુષાર્થથી સમજે છે. ત્રણલોકના નાથ તીર્થંકર ભગવાન જેમની કૂખે આવ્યા તે માતા અને પિતા મોક્ષ પામે જ એવો નિયમ છે, પરંતુ તેઓ તેમના સ્વતંત્ર પુરુષાર્થથી મોક્ષ પામે છે, કુળના કારણે કે તીર્થંકર ભગવાનના કારણે તેઓ મોક્ષ પામતાં નથી.
તીર્થંકરની સભામાં તો ઘણા જીવો ઘણીવાર જઈ આવ્યા પરંતુ પોતે ન સમજ્યા તે ધોયેલા મૂળા જેવા પાછા ફરે છે, એક પણ યથાર્થ વાત અંતરમાં બેસાડી નહિ અને જેવો ગયો હતો તેવો કોરો ને કોરો અજ્ઞાનપણે પાછો ફર્યો. કોઈ જીવો તો ઊલટા ઊંધા પડી કહે કે-શું આ કહે છે તે એક જ માર્ગ હશે ? જગતના બધાય માર્ગો ખોટા ?
ભગવાનની સભામાં ઉપશમ-ક્ષયોપશમ સમકિતી જીવો હોય છે તેઓ પણ જો દઢ પુરુષાર્થ વડે ક્ષાયિક સમકિત પોતે કરે તો જ થાય છે; અને ઘણાને પોતે નથી કરતા તેથી, નથી પણ થતું માટે નિમિત્તનું બળ છે જ નહિ. જો નિમિત્તનું કાંઈ પણ જોર હોય તો ભગવાન પાસે જે ગયા તે બધાય જીવોને ક્ષાયિક સમકિત કેમ ન થયું? સમવસરણમાં ભગવાન પાસે જે જીવ જાય તે બધા સમજી જ જાય એમ નથી, પણ જેનો ધણી (આત્મા) સમજીને સવળો થાય તેને આત્માની એવી પ્રતીતિ પ્રગટે કે જે પાછી ન જ ફરે. અહો! ૫૨મ મહિમાવંત પરિપૂર્ણ આત્મસ્વભાવ! આ સ્વભાવનું અવલોકન કરતાં કરતાં જ કેવળજ્ઞાન થાય છેઆવી દૃઢ પ્રતીતિ જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com