________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
જેમ કોઈને “સિદ્ધપુર જવું છે તેણે કોઈ જાણકારને પૂછયું કે સિદ્ધપુર કયાં આવ્યું? ત્યારે સામાએ જવાબ આપ્યો કે (૧) અહીંથી આઠ ગાઉ દૂર સિદ્ધપુર છે, (૨) રસ્તામાં જતાં વચ્ચે બે મોટા શીતળ છાયાવાળા વડ આવશે પછી (૩) આગળ જતાં એક મીઠા પાણીનું અમૃત સરોવર આવશે ત્યાર પછી તરત જ સિદ્ધપુર આવશે. આ પ્રમાણે જાણકારે કહ્યું પણ તેનો વિશ્વાસ લાવી નક્કી કોણ કરે? બતાવનાર કે ભૂલેલો? જે ભૂલ્યો છે તે પોતાના જ્ઞાનમાં નક્કી કરે છે તેમ મુક્તિની ઝંખનાવાળો શિષ્ય મુક્તિનું અંતરંગ કારણ અને બહારનું કારણ શું છે તે પૂછે છે:પ્રભુ! મારી સિદ્ધદશા કેમ પ્રગટે, તેનો ઉપાય-રસ્તો શું છે? તેનો શ્રીગુરુ ઉત્તર આપે છે.
(૧) આત્માની ઓળખાણથી આઠ કર્મોનો નાશ કરતા સિદ્ધદશા પ્રગટે છે. (૨) આત્માની સાચી ઓળખાણ અને શ્રદ્ધા કરતાં સ્વભાવની પરમ શાંતિનો અનુભવ થાય છે, આત્માની શ્રદ્ધા અને જ્ઞાનરૂપી બે વડની શીતળતા સિદ્ધદશાના માર્ગમાં આવે છે. (૩) ત્યારપછી આગળ વધતાં ચારિત્રદશા પ્રગટે છે એટલે કે સ્વરૂપ રમણતારૂપ અમૃત સરોવર આવે છે. આ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષ માર્ગ પૂરો થતાં કેવળજ્ઞાન અને સિદ્ધદશા પ્રગટે છેઆમાં ઉપાદાન-નિમિત્ત સિદ્ધ કરવાં છે. જ્યારે શિષ્ય તૈયાર થઈને શ્રી ગુરુ પ્રત્યે પૂછે છે કે પ્રભુ! મુક્તિ કેમ થાય? ત્યારે શ્રી ગુરુ તેને મુક્તિનો ઉપાય બતાવે છે, પરંતુ જે રીતે ઉપાય બતાવ્યો તે રીતે વિશ્વાસ લાવીને નક્કી કોણ કરે? બતાવનાર કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com