________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
ઉપાદાન-નિમિત્ત સંવાદ અનંતવાર ગયો, છતાં સમજ્યા વગર ધોયેલ મૂળા જેવો પાછો આવ્યો. ઉપાદાન પોતાની શક્તિથી સમજ્યો નહિ. ભગવાન કંઈક અપૂર્વ સ્વરૂપ કહે છે–એમ પરમાર્થ સમજવાની દરકાર ન કરી અને વ્યવહારની પોતે માની રાખેલી વાત આવતાં એમ માની લે છે કે-હું આમ જ કહેતો હતો, તે જ ભગવાને કહ્યું છે–એમ પોતાના ગજથી ભગવાનનું માપ કરી ઊલટું પક્કડને દઢ કરે છે. નિમિત્ત તો સર્વોત્કૃષ્ટ છે, છતાં ઉપાદાન ન પલટે તો સમજાય નહિ. અનંતવાર સાચા મણિરત્નોની સામગ્રી વડે સાક્ષાત તીર્થકરની પૂજા કરી પણ નિમિત્તના અવલંબન રહિત પોતાનું સ્વાધીન સ્વરૂપ ન સમજ્યો તેથી ધર્મ ન થયો, ત્યાં તીર્થકર શું કરે ?
વળી સાચા જ્ઞાની ગુરુ અને સશાસ્ત્રો પણ અનંતવાર મળ્યાં, પણ પોતે અંતરથી સ્વભાવને સમજીને પોતાની દશા પલટાવી નહિ તેથી જીવ સંસારમાં જ ભટકયો.
નિમિત્તે કહ્યું હતું કે–દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તને પામીને જીવ ભવપાર પામે છે. તેની વિરુદ્ધમાં ઉપાદાને કહ્યું કે ઉપાદાન જીવ પોતે ધર્મ ન સમજ્યો તો સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળવા છતાં તે સંસારમાં રખડે છે. જો જીવ પોતે સત સમજે તો દેવગુરુ-શાસ્ત્રને સમજવાનું નિમિત્ત કહેવાય, પણ જો જીવ સમજે જ નહિ તો નિમિત્ત પણ કેમ કહેવાય? ઉપાદાન જો પોતે કાર્યરૂપે થાય તો સામી ચીજને નિમિત્ત કહેવાય, પણ ઉપાદાન પોતે કાર્યરૂપ થાય જ નહિ તો નિમિત્ત પણ કહેવાય નહિ. પૈથીએપંથીએ તેલ નાંખીને સુંદર માથું કર્યું એમ કયારે કહેવાય? કે જો માથામાં વાળની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com