Book Title: Maharani chelna Author(s): Hiralal Jain Publisher: Mahavir Nirman Mahotsava Prakashan View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધાર્મિક -નાટક નાટક ધાર્મિક એ સમાજમાં ધર્મસંસ્કારો સીંચવાનું એક ઉત્તમ સાધન છે. સીનેમા અને રેડિયોના આ જમાનામાં ઉત્તમ પ્રકારના ધાર્મિક નાટકો મળવા ઘણા દુર્લભ છે. સોનગઢમાં કયારેક કયારેક ધાર્મિક નાટકો ભજવાય છે... અને તે વખતે બાળકોમાં કેવા ઉત્તમ સંસ્કાર પડે છે તે નજરે દેખાય છે. આવા જે આઠ દશ ધાર્મિક સંવાદો થયા છે તેમાંથી એકમાત્ર “ અકલંક-નિકલંક નાટક જ પુસ્તકરૂપે છપાયું છે, અને તે પણ ઘણા વખતથી અપ્રાપ્ય છે. જ્યારે બીજી તરફ આવા સાહિત્યની માંગણીનો ધોધ તો ચાલુ જ છે. આથી એમ થયું કે, જે ઉત્તમ નાટકો ભજવાઈ ચુકયા છે તે જો પુસ્તકરૂપે પણ છપાય તો ગામેગામના હજારો બાળકો તેનો લાભ લઈ શકે ને ભજવી પણ શકે; તદનુસાર આ “મહારાણી ચલણા ”નું સુંદર ભાવવાહી નાટક છપાયું છે. ભગવાન મહાવીરઅઢીહજારવર્ષીય નિર્વાણોત્સવ નિમિત્તે બાલસાહિત્યનાં આવા બીજા પુસ્તકો પણ જેમ બને તેમ તુરતમાં પ્રગટ કરવાની યોજના આત્મધર્મના બાવિભાગ તરફથી કરવામાં આવી છે. જે બાળ-યુવાન સૌને ખૂબ લાભકારી થશે. -બ્ર. હરિલાલ જૈન Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70