Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭] ચેલણાઃ હા પુત્ર! એમ જ કરીશું. અત્યારે જ તું દીવાનજીને બોલાવી આવ. અભય: જાઉં છું માતાજી ! [ જઈને દીવાનજી સહિત આવે છે. ] દીવાનજી: નમસ્તે, માતાજી! ચેલણા : આવો દીવાનજી! તમને એક મંગલકાર્ય સોંપવા માટે બોલાવ્યા છે. દીવાનજી: ફરમાવો માતાજી ! શી આજ્ઞા છે? ચેલણાઃ જુઓ દીવાનજી ! આજ ને આજ એક અત્યંત ભવ્ય જિનમંદિર બંધાવવાની શરૂઆત કરો, અને તેમાં | જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવની તૈયારી કરો. દીવાનજી: જેવી આજ્ઞા માતા! મારું ધનભાગ્ય કે આવું મંગલકાર્ય આપે મને સોંપ્યું. આ કાર્યને માટે કેટલી સોનામહોર વાપરવાની આપની ઈચ્છા છે? ચેલણાઃ દીવાનજી ! ઓછામાં ઓછી એક કરોડ સોનામહોર તો જરૂર વાપરજો. એ ઉપરાંત વિશેષ તમને મન ફાવે તેટલું ખર્ચ કરવાની છૂટ છે. જિનમંદિરની શોભામાં કોઈ પણ જાતની ખામી રહેવી ન જોઈએ; અને પ્રતિષ્ઠામહોત્સવ તો એવો ભવ્ય થવો જોઈએ કે આખું નગર જૈનધર્મના જયકારથી ગાજી ઊઠે. આ કાર્યને માટે રાજ્યના ભંડાર ખુલ્લા છે. દીવાનજી: જેવી આજ્ઞા, માતા ! [ જાય છે] (પડદો પડે છે.) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70