________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૪] શ્રેણીકરાજાના મંત્રીનો પુત્ર જેનું નામ પુષ્પડાલ, તે વારિપેણનો મિત્ર હતો. એકવાર તેને ત્યાં વારિષણ મુનિરાજના આહારદાનનો પ્રસંગ બન્યો. આહારદાન પછી પુષ્પડાલ દૂરદૂર સુધી મુનિરાજની પાછળ ગયો વારિષણ કુમારે તેને ઉપદેશ આપીને પ્રતિબોધ પમાડયો કે હે ભાઈ ! આ ગૃહવાસ નિંદનીય છે, અનેકવિધ પાપથી ભરેલ છે, ને દુઃખમય છે, માટે તેને તું છોડ.... ને પરમ સુખરૂપ એવી ચારિત્રદશાને અંગીકાર કર. આ ઉપદેશ સાંભળીને પુષ્પાલને પણ કંઈક વૈરાગ્ય જાગ્યો ને તેણે દીક્ષા લઈ લીધી. દીક્ષા પછી બન્ને મુનિરાજે બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરી; ને ફરી રાજગૃહીમાં વર્લૅમાન સ્વામીના સમવસરણમાં આવ્યા.
અહીં મોહવશ પુષ્પડાલનું મન રાગથી ચલિત થયું... ને તે ભોગોની આકાંક્ષા કરવા લાગ્યો. વારિષણમુનિ તેના ભાવો સમજી ગયા ને યુક્તિપૂર્વક ફરીથી તીવ્ર વૈરાગ્યનો ઉપદેશ આપીને પરમ સંવેગ ઉપજાવી તેને ધર્મમાં સ્થિર કર્યો. આથી સ્થિતિકરણ અંગમાં વારિણમુનિરાજનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. (તે સમ્યકત્વકથા” પુસ્તકમાં વાંચશો.)
અંતે, રત્નત્રયથી વિભૂષિત તે બન્ને મુનિવરો આરાધના પૂર્વક સ્વર્ગમાં સીધાવ્યા.. ને અનુક્રમે મોક્ષ પામશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com