Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan
Catalog link: https://jainqq.org/explore/008262/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -- શ્રી મહાવી૨-નિર્વાણમહોત્સવ-પ્રકાશન પુષ્પ નં. ૧૬ ૫૦૦ મ 47died 筑 elbign નિર્વાણ બાવા નો હક્ષિ મહોત્સવ લે: બ્ર. હરિલાલ જૈન (સોનગઢ) [વીર સં. ૨૫૦૭ ] ——- મહારાણી ચેલણા [ઉત્તમ ધાર્મિક નાટક ] 卐 獎 Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Meena S. Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Maharani Chelna is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 001 03 Nov 2002 | First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates es * વિવોરણ મe રરપ00 મો * વાન મહાવી મહારાજ જગ્ન ૬ उपयोगल શ્રી નિર્વાણ-મહોત્સવના ઉપલક્ષમાં બાલસાહિત્યનું પ્રકાશન ભગવાન મહાવીર અઢી હજારવર્ષીય નિર્વાણમહોત્સવના આ મહાન વર્ષમાં વીરબાળકોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. બાળકો તરફથી નાનકડા સાહિત્યની માગણી ખૂબ જ રહ્યા કરે છે; બાળકોમાં ઉત્તમ ધર્મસંસ્કારો રેડાય, ને હોંશેહોંશે તેઓ ધાર્મિક વાંચન-વિચારમાં ભાગ લ્ય, તે માટે બાલસાહિત્યના પ્રકાશનમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ; જિજ્ઞાસુઓ પણ તેમાં સુંદર સહકાર આપી રહ્યા છે. નિર્વાણમહોત્સવના હપલક્ષમાં આવા ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાની ભાવના છે. જય મહાવીર. બ્ર. હરિલાલ જૈન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી મહાવીર-નિર્વાણમહોત્સવ-પ્રકાશન પુષ્પ નં. ૧૬ મહારાણી ચેલણા S : ISO જૈનધર્મનો પ્રભાવ ફેલાવતું ઉત્તમ ધાર્મિક નાટક -: લેખક :બ્ર. હરિલાલ જૈન | (સોનગઢ) વીર સં. ૨૦૫૧ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજી આવૃત્તિ: પ્રત ૨૫૦૦ વિીર સં. ૨૫૦૧ ઈ.સ. ૧૯૭૫ ચોથી આવૃત્તિ: પ્રત ૨૧૦૦ વીર સં. ૨૫૦૭ ઈ.સ. ૧૯૮૧ પાંચમી આવૃત્તિઃ પ્રત ૨૦૦૦ વીર સં. ૨૫૫૧ ઈ.સ. ૧૯૯૫ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધાર્મિક -નાટક નાટક ધાર્મિક એ સમાજમાં ધર્મસંસ્કારો સીંચવાનું એક ઉત્તમ સાધન છે. સીનેમા અને રેડિયોના આ જમાનામાં ઉત્તમ પ્રકારના ધાર્મિક નાટકો મળવા ઘણા દુર્લભ છે. સોનગઢમાં કયારેક કયારેક ધાર્મિક નાટકો ભજવાય છે... અને તે વખતે બાળકોમાં કેવા ઉત્તમ સંસ્કાર પડે છે તે નજરે દેખાય છે. આવા જે આઠ દશ ધાર્મિક સંવાદો થયા છે તેમાંથી એકમાત્ર “ અકલંક-નિકલંક નાટક જ પુસ્તકરૂપે છપાયું છે, અને તે પણ ઘણા વખતથી અપ્રાપ્ય છે. જ્યારે બીજી તરફ આવા સાહિત્યની માંગણીનો ધોધ તો ચાલુ જ છે. આથી એમ થયું કે, જે ઉત્તમ નાટકો ભજવાઈ ચુકયા છે તે જો પુસ્તકરૂપે પણ છપાય તો ગામેગામના હજારો બાળકો તેનો લાભ લઈ શકે ને ભજવી પણ શકે; તદનુસાર આ “મહારાણી ચલણા ”નું સુંદર ભાવવાહી નાટક છપાયું છે. ભગવાન મહાવીરઅઢીહજારવર્ષીય નિર્વાણોત્સવ નિમિત્તે બાલસાહિત્યનાં આવા બીજા પુસ્તકો પણ જેમ બને તેમ તુરતમાં પ્રગટ કરવાની યોજના આત્મધર્મના બાવિભાગ તરફથી કરવામાં આવી છે. જે બાળ-યુવાન સૌને ખૂબ લાભકારી થશે. -બ્ર. હરિલાલ જૈન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાત્રો અને પ્રવેશ લૂ ૧. મંગલાચરણ અને ઉપાદ્યાત ૨. ચેલણારાણીની વ્યથા અને શ્રેણીકરાજા દ્વારા જૈનધર્મની છૂટ. ૩. બૌદ્ધગુરુઓને નિમંત્રણ અને પરીક્ષા. ૪. શ્રેણીકરાજા દ્વારા મુનિરાજ ઉપર ઉપસર્ગ. ૫. ચેલણા અને અભયકુમાર વચ્ચે ચર્ચા.... અને ઉપસર્ગના સમાચારથી ચેલણાની વ્યથા.... (ગીત) ૬. ઉપસર્ગનિવારણ... અને શ્રેણીક દ્વારા જૈનધર્મનો સ્વીકાર. ૭. રાજસભામાં જાહેરાત ને મહાવીર-વધાઈ. ૮. અભયકુમાર તથા ચેલણાનો વૈરાગ્ય... તથા દીક્ષા માટે ગમન. નાટક માટે જરૂરી પાત્રોઃ ચેલણા, શ્રેણીક, અભયકુમાર, બે બૌદ્ધગુરુઓ, દીવાનજી, નગરશેઠ, બે સૈનિકો, અભયકુમારની નાની બહેન, એક સખી, માળી, દૂતી. (આ ઉપરાંત કપડાંનો સર્પ, મુનિનું ચિત્ર વગેરે...) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરું નમન * મંગલાચરણ* કરું મહાવીર ગવાન કરું નમન ૫૦ મ હ્રાણ મહોત્સવ ESD उपयोग लक्षणः जीव કરું નમન હું અરિહંત દેવને 生 કરું નમન હું સિદ્ધ ભગવંતને ૫૨મેષ્ઠી-પંચ પ્રભુ મેરે તુમ ઈષ્ટ હો. ૫૨મેષ્ઠી-પંચ પ્રભુ મેરે તુમ ઈષ્ટ હો. હું આચાર્યદેવને ૫૨મેષ્ઠી-પંચ પ્રભુ મેરે તુમ ઈષ્ટ હો. નમન હું ઉપાધ્યાયદેવને ૫૨મેષ્ઠી-પંચ પ્રભુ મેરે તુમ ઈષ્ટ હો. હું સર્વે સાધુને ૫૨મેષ્ઠી-પંચ પ્રભુ મેરે તુમ ઈષ્ટ હો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપોદ્યાત [ પડદો ઉઘડતાં પહેલાં સૂત્રધારે બોલવાનું ] બોલિયે.. મહાવીર ભગવાનકી જય હો. આજથી અઢી હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન મહાવીર આ ભરતભૂમિમાં તીર્થંકરપણે વિચરતા હતા તે સમયનો આ પ્રસંગ છે. મહારાણી ચેલણા દ્વારા જૈનધર્મની જે મહાન પ્રભાવના થઈ તે આ સંવાદ દ્વારા દર્શાવવામાં આવશે. ચેલણાદેવી તે મહાવીરભગવાનની માસી, સતી ચંદનાની બહેન, અને શ્રેણીક. રાજાની મહારાણી; રાજગૃહીના રાજમહેલમાં તે ઉદાસચિત્તે બેઠી છે. તે શું વિચારી રહી છે ! તે તેના જ મુખે આપ સાંભળો..... (પડદો ખૂલે છે.) [ નોંધ - અભયકુમાર તે ચેલણાનો પુત્ર નથી, બીજી રાણીનો પુત્ર છે, પરંતુ ધાર્મિક પ્રેમને લીધે બન્ને વચ્ચે સગા માતા-પુત્ર જેવો જ સ્નેહ છે. આ ઉપરાંત આ નાટકમાં મહાવીર ભગવાનની દીક્ષાનો અહેવાલ વગેરે પ્રસંગો પણ સંવાદ ભજવવાની અનુકૂળતાને લક્ષમાં રાખીને આગળ-પાછળ રજદૂ કરાયા છે તે લક્ષમાં રાખવા ઈતિહાસશોને વિનંતિ છે.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવેશ પહેલો ] ચેલણાની વ્યથા અને શ્રેણિક દ્વારા જૈનધર્મની છૂટ [ રાજગૃહીના રાજમહેલમાં ચલણાદેવી વિચારમગ્ન ઉદાસચિત્તે બેઠા છે... ને એકલા બોલે છે ] | III • . છે છે A S ' t ચેલણાઃ અરેરે! જૈનધર્મની જાહોજલાલી વગર આ બધું સુનકાર લાગે છે. આ રાજવૈભવ... આ બંગલા... આ ઉપભોગની સામગ્રી. તેમાં કયાંય મને ચેન પડતું નથી... હે ભગવાન! હે વીતરાગ જિનદેવ! મુઝે તુમ બિન નહીં સ્વામી ચેન પડે; મુઝે તુમ બિન નહીં બીજે કયાંય ગમે.. ( ગીત પુરું થતાં સખી પ્રવેશ કરે છે.). Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮] ચેલણાઃ સખી! અભયકુમારને બોલાવ. સખીઃ જી માતા! [ સખી જાય છે, ને અભયકુમાર સહિત આવે છે. અભયકુમાર વંદન કરે છે ને પછી આશ્ચર્યથી પૂછે છે. ] અભયકુમાર: અરે માતા ! આપ કેમ બેચેન બની ગયા છો? ચેલણાઃ અરે, પુત્ર અભય! કયાં જૈનધર્મની જાહોજલાલીથી ભરપુર વૈશાલીનગરી, અને કયાં આ રાજગૃહીનગર ! અહીં તો જ્યાં જુઓ ત્યાં બોદ્ધ, બૌદ્ધ ને બૌદ્ધ! જૈનધર્મ વગરનું આ રાજ્ય સુમસામ જંગલ જેવું લાગે છે. ભાઈ, જૈનધર્મના પ્રભાવ વગર મને ક્યાંય ચેન પડતું નથી. અભય: સાચી વાત છે માતા! અહો! તે દેશને ધન્ય છે કે જ્યાં તીર્થકરભગવાન પોતે બિરાજી રહ્યા છે. અરેરે! અહીં તો જિનેન્દ્રભગવાનના દર્શન પણ દુર્લભ થઈ પડયા છે. ચેલણાઃ હા, નથી દેખાતા કોઈ જિનમંદિર કે નથી દેખાતા કોઈ વીતરાગી મુનિરાજ !! અરેરે, આવા ધર્મહીન સ્થાનમાં હું કયાં આવી પડી? અભયઃ માતા, અત્યારે સારા ભારતમાં બિહાર અને બંગાળ, ઉજ્જૈન અને ગુજરાત, મારવાડ અને સૌરાષ્ટ્ર એ બધા દેશોમાં જૈનધર્મની જાહોજલાલી વર્તી રહી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૯ ] છે, ત્યારે આપણા આ રાજ્યમાં તો ઠેર ઠેર બૌદ્ધ ધર્મનું જોર ! ચેલણાઃ હા ભાઈ ! એટલે જ મને અહીં નથી ગમતું હે નાથ ! जिनधर्मविनिर्मुक्तो मा भवत्चक्रवर्त्यपि। स्यात् चेटोपि दरिद्रोपि जिनधर्मानुवासितः।। અભયઃ એનો અર્થ શું છે માતા! ચેલણા: સાંભળ ભાઈ! જૈનધર્મ વગરનું તો ચક્રવર્તીપદ પણ વહાલું નથી. એવા ચક્રવર્તીપદ કરતાં તો એ દરિદ્રસેવકપણું લાખવાર ઈષ્ટ છે કે જ્યાં જૈનધર્મનો વાસ છે. અભય: સાચી વાત છે, માતા ! જૈનધર્મ સિવાય બીજું કોઈ શરણ નથી. ચેલણાઃ પુત્ર, મહારાજા પોતે પણ બૌદ્ધધર્મના અનુયાયી છે; આ રાજ્યમાં કયાંય જૈનધર્મની મર્યાદા દેખાતી નથી. હૈ માતા ! હૈ પિતા ! તમે બાલપણમાં જિનેન્દ્રભક્તિના અને તત્ત્વજ્ઞાનના જે પવિત્ર સંસ્કાર અમને આપ્યા છે તે જ અત્યારે શરણરૂપ છે. અભયઃ અરે માતા! તમારા પિતા ચેટક મહારાજા તો જૈનધર્મી સિવાય બીજા કોઈને પોતાની પુત્રી આપતા જ નહિ. ચેલણાઃ અરેરે ભાઈ ! પિતાજીને તો હજી ખબર પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૦] નહિ હોય કે હું ક્યાં છું? હે પિતાજી! આપે જૈનધર્મના જે સંસ્કાર સીંચ્યા છે તેના બળે હવે તો હું જ મહારાજાને જૈન બનાવીશ, અને આપણા જૈનધર્મને શોભાવીશ. અભય: ધન્ય માતા, આપના પ્રતાપે એમ જ થશે, અને એકવાર સારા રાજ્યમાં જૈનધર્મની જાહોજલાલી ફેલાઈ જશે. ચેલણા: ભાઈ! વૈશાલીના પણ કાંઈ સમાચાર નથી. ત્રિશલામાતાના નંદન મહાવીરકુમાર શું કરતા હશે? મારી નાની બેન ચંદના શું કરતી હશે ! અહો, તે દેશને ધન્ય છે કે જ્યાં તીર્થકર ભગવાન પોતે બિરાજી રહ્યા છે. અરે! ત્યાંના ક્ષેમકુશળના સમાચાર પણ સાંભળવા મળે તો કેવું સારું! અભયઃ જુઓ, માતા, દૂરથી કોઈ દૂતી આવતી લાગે છે. [ દૂતી આવે છે] ચેલણાઃ આવ બહેન આવ! શું છે મારા દેશના સમાચાર? ત્યાં ચતુર્વિધ-સંઘ તો કુશળ છે ને! મહાવીરકુમાર હજી દીક્ષિત તો નથી થયાને? મારી નાની બહેન ચંદના તો આનંદમાં છે ને? દૂતી: માતા, જૈનધર્મના પ્રતાપે ચતુર્વિધ સંઘ તો કુશળ છે; મહાવીરકુમાર તો વૈરાગ્ય પામીને દીક્ષિત થઈ ગયા...... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૧] ચેલણાઃ હું! મહાવીરકુમાર દીક્ષિત થઈ ગયા !! અહા, ધન્ય છે તેમના વૈરાગ્યને! ત્રિશલા બહેન મહા ભાગ્યશાળી છે. અરેરે! ભગવાનના વૈરાગ્યનો પ્રસંગ જોવાનું પણ અમને ન મળ્યું. અભય: બેન, પણ ચંદનબાળાના સમાચાર તો તમે ભૂલી જ ગયા! દૂતી: મારી માતા ! હું શું કહું? થોડા દિવસ પહેલાં ચંદનાબેન અને અમે બધા સાથે જંગલમાં ખેલવા ગયા હતા, ત્યાં ચંદનબાળા અમારાથી છૂટી પડીને એકલી એકલી મુનિરાજની ભક્તિ કરતી હતી... ત્યાં કોઈ દુષ્ટ વિધાધર આવીને ચંદનાબેનને ઉપાડી ગયો.. ચેલણાઃ હું, શું મારી બેનનું અપહરણ થયું! દૂતીઃ હા માતા, ઘણા દિવસથી ચારે બાજુ સૈનિકો તપાસ કરે છે, પણ હજી સુધી કાંઈ પત્તો લાગતો નથી. ચલણાઃ હા.. વહાલી બેન ચંદના! તું કયાં હશે? અભયઃ માતા! વૈર્ય રાખો. અત્યારે આપણી કસોટીનો કાળ છે. ચેલણા: ભાઈ, અત્યારે આ ચારે તરફની પ્રતિકૂળતામાં એક તારો જ સહારો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ ] અભયઃ અરે માતા! દુ:ખી ન થાવ. તમે તો અંતરના ચૈતન્યતત્વના જાણકાર છો; પરમ નિઃશંકતા, વાત્સલ્ય અને ધર્મપ્રભાવના વગેરે ગુણોથી આપ શોભો છો. માટે વૈર્યપૂર્વક અત્યારે તો આપણે એવો કોઈ ઉપાય વિચારીએ કે જેથી સારાય રાજ્યમાં જૈનધર્મના વિજયડંકા વાગી જાય. ચલણા: પુત્ર, એવો કોઈ ઉપાય તને સૂઝે છે? અભયઃ હા માતા! જુઓ, મહારાજાને તમારા ઉપર બહુ પ્રીતિ છે, એટલે તમે તેમને કોઈ પણ રીતે એ વાત સમજાવો કે બોદ્ધધર્મનો એકાંત ક્ષણિકવાદ મિથ્યા છે, અને અનેકાંતરૂપ જૈનધર્મ એક જ પરમ સત્ય છે. બસ! એક મહારાજાનું હૃદય પલટો, પછી તો આપણે બધુંય કરી શકીશું. ચેલણા: હા ભાઈ, તારી વાત સાચી છે. હું મહારાજાને સમજાવવા જરૂર પ્રયત્ન કરીશ. અભયઃ સારૂં માતા ! હું જાઉં છું. [અભયકુમાર જાય છે; દશ્ય બદલાય છે.] [ચલણા વિચાર મગ્ન બેઠી છે, શ્રેણીકરાજા આવે છે. એક સખી ચેલણાની પાસે બેઠી છે. ] સખી : બહેન, શ્રેણીકરાજા પધારે છે. શ્રેણીક: શું વિચાર કરો છો, દેવી! હમણાં ઉદાસ કેમ છો? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૩] ચેલણાઃ મહારાજ! આ તમારી રાજગૃહીમાં મને ક્યાંય ચેન પડતું નથી. શ્રેણીક: અરે, અહીં તમને શું દુઃખ છે? આ રાજપાટ, આ મહેલ, નોકર-ચાકર બધું તમારું જ છે; તમારી ઈચ્છાનુસાર તેનો ઉપભોગ કરો. ચલણાઃ રાજન! મારા પ્યારા જૈનધર્મ વગર આ રાજપાટને હું શું કરું? સંસારમાં જૈનધર્મ સિવાય બીજો કોઈ ધર્મ સત્ય નથી. જેમ મડદા ઉપર શણગાર ન શોભે તેમ હે રાજા! જૈનધર્મ વગર આ તમારા રાજપાટ પણ શોભતા નથી. જૈનધર્મ વગરનું આ મહારાજપદ પણ વ્યર્થ છે. જૈનધર્મ સિવાય બીજું કાંઈ અમને પ્રિય નથી. શ્રેણીકઃ સાંભળો દેવી ! જૈનધર્મને જ તમે ઉત્તમ સમજી રહ્યા છો, પરંતુ તમે ભૂલો છો. મારો દઢ નિશ્ચય છે કે જગતમાં બૌદ્ધધર્મ જ મહા ધર્મ છે. આ રાજપાટ, લક્ષ્મી બધું બૌદ્ધધર્મના પ્રતાપે જ મને મળ્યું છે. ચેલણાઃ નહિ, નહિ, રાજ! મારા જિનેન્દ્રભગવાન સર્વજ્ઞ છે, તે સર્વજ્ઞ ભગવાને કહેલો અનેકાન્તમય જૈનધર્મ જ પરમ સત્ય છે. એ સિવાય જગતમાં બીજો કોઈ સત્યધર્મ છે જ નહિ. નાથ ! આ રાજપાટ મળ્યું તેનાથી આત્માની કાંઈ મહત્તા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૪] નથી. તમારો બૌદ્ધધર્મ તો એકાન્ત ક્ષણિકવાદી છે અને બૌદ્ધગુરુઓ સર્વજ્ઞતાના અભિમાનથી દગ્ધ છે. મારા અરિહંતદેવ સિવાય મોક્ષમાર્ગના પ્રણેતા આ જગતમાં કોઈ છે જ નહીં. રાજન્ ! તમારું પણ એ જ ધર્મ અંગીકાર કર્યો કલ્યાણ થવાનું છે. શ્રેણીકા દેવી! એ ચર્ચા છોડો. આ રાજ્યમાં તમે ઇચ્છાનુસાર જૈનધર્મને અનુસરો. જિનમંદિરો કરાવો, જિનેન્દ્રપૂજા અને મહોત્સવ કરાવો; તમારે માટે આ રાજ્યભંડાર ખુલ્લા છે. માટે તમે દુઃખ છોડો અને જેમ તમને પ્રસન્નતા ઉપજે તેમ કરો. તમારા જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની તમને છૂટ છે. પરંતુ હું તો બૌદ્ધધર્મ જ પાળવાનો છું; બૌદ્ધધર્મ સિવાય બીજા કોઈ ધર્મને હું ઉત્તમ માનતો નથી. [ શ્રેણીક ચાલવા માંડે છે. ત્યાં સામેથી અભયકુમાર આવે છે.] અભયઃ પિતાજી... ! અત્યારે બૌદ્ધધર્મના અભિમાનથી તમે ગમે તેમ બોલો, પરંતુ મારી વાત યાદ રાખજો કે એકવાર મારી આ ચેલણામાતાના પ્રતાપે તમારે પણ જૈનધર્મના શરણે આવીને તમારું શીર ઝુકાવવું પડશે અને ત્યારે તમારા પશ્ચાત્તાપનો પાર નહીં રહે. શ્રેણીકઃ અરે, એ વાત છોડો. મારા બૌદ્ધગુરુઓ તો સર્વજ્ઞ છે, તેઓ બધી વાત જાણી શકે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૫] ચેલણાઃ નહિ, મહારાજ! એ સર્વજ્ઞ નથી પણ સર્વજ્ઞતાનો દંભ કરે છે. જેને હુજી આત્માના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી તે સર્વજ્ઞ કયાંથી હોઈ શકે! શ્રેણીકઃ અરે દેવી! પરીક્ષા કર્યા વગર એમ કહેવું તે ઉચિત નથી. અભય: ઠીક મહારાજ! આપના ગુરુ સર્વજ્ઞ હોય તો આજે અમારે ત્યાં ભોજન માટે તેમને આમંત્રણ આપજો... અમે તેમની પરીક્ષા કરીશું. શ્રેણીક: બહુ સારું, હું હમણાં જ મારા ગુરુને આ સમાચાર આપું છું. ( રાજા જાય છે.) ચેલણા: પુત્ર! હવે આપણે આપણા પ્યારા જૈનધર્મની પ્રભાવના માટે સર્વે ઉપાયો કરી શકીશું. હવે હું મહારાજાને બતાવી દઈશ કે બૌદ્ધગુરુઓ કેવા દંભી છે! પરંતુ આટલાથી હુજી મને સંતોષ નથી; જ્યારે સારીયે નગરીમાં, ઘરે ઘરે.. બૌદ્ધની જગ્યાએ જૈનધર્મનો ઝંડો ફરકતો હશે અને જૈનધર્મના જયનાદથી આખી નગરી ગાજતી હશે, ત્યારે જ મને શાંતિ થશે. અભયઃ હે માતા ! તમારા પ્રતાપે હવે એ અવસર બહુ દૂર નથી. મને ખાતરી છે કે આપના પ્રતાપે હવે શ્રેણીક મહારાજા પણ થોડા જ વખતમાં બૌદ્ધધર્મને છોડીને જૈનધર્મના પરમ ભક્ત બની જશે... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬ ] અને આખી નગરીમાં જૈનધર્મના જયકાર ગાજી ઊઠશે. ચેલણાઃ વાહ પુત્ર વાહ! ધન્ય એ ઘડી! અભયઃ માતા, આજે તો આપણો આનંદનો દિવસ છે. ચાલો, ભક્તિ દ્વારા આપણો આનંદ વ્યક્ત કરીએ. [અહીં સુવિધા અનુસાર નાનું પ્રસન્નતાસૂચક ગીત ગાવું... ગીતની પસંદગી સંવાદ ભજવનારાઓએ જાતે કરી લેવી. અથવા ટાઈટલ પેજ ત્રીજા ઉપર છાપેલું ગીત ગાવું. ] ચેલણાઃ પુત્ર અભય, મહારાજાએ આપણને જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની છૂટ આપી છે, તેનો આપણે આજથી જ ઉપયોગ કરીએ. અભય: હા માતા, જરૂર એમ કરીએ, નહિતર બૌદ્ધગુરુઓ વચ્ચે વિશ્ર્વ નાંખશે. પણ માતા! જૈનધર્મની પ્રભાવના માટે આપણે શું ઉપાય કરીશું ? ચેલણા: ભાઈ, મને એક ભવ્ય જિનમંદિર બંધાવવાનો વિચાર આવ્યો છે; અત્યારે જ દીવાનજીને બોલાવીને તેની શરૂઆત કરી દઈએ. અભય: બહુ સારૂં, માતા ! અને પછી એ જિનમંદિરમાં શ્રી જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાનો એવો ભવ્ય મહોત્સવ કરીશું કે જૈનધર્મનો પ્રભાવ દેખીને આખી નગરી આશ્ચર્યમાં પડી જાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭] ચેલણાઃ હા પુત્ર! એમ જ કરીશું. અત્યારે જ તું દીવાનજીને બોલાવી આવ. અભય: જાઉં છું માતાજી ! [ જઈને દીવાનજી સહિત આવે છે. ] દીવાનજી: નમસ્તે, માતાજી! ચેલણા : આવો દીવાનજી! તમને એક મંગલકાર્ય સોંપવા માટે બોલાવ્યા છે. દીવાનજી: ફરમાવો માતાજી ! શી આજ્ઞા છે? ચેલણાઃ જુઓ દીવાનજી ! આજ ને આજ એક અત્યંત ભવ્ય જિનમંદિર બંધાવવાની શરૂઆત કરો, અને તેમાં | જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવની તૈયારી કરો. દીવાનજી: જેવી આજ્ઞા માતા! મારું ધનભાગ્ય કે આવું મંગલકાર્ય આપે મને સોંપ્યું. આ કાર્યને માટે કેટલી સોનામહોર વાપરવાની આપની ઈચ્છા છે? ચેલણાઃ દીવાનજી ! ઓછામાં ઓછી એક કરોડ સોનામહોર તો જરૂર વાપરજો. એ ઉપરાંત વિશેષ તમને મન ફાવે તેટલું ખર્ચ કરવાની છૂટ છે. જિનમંદિરની શોભામાં કોઈ પણ જાતની ખામી રહેવી ન જોઈએ; અને પ્રતિષ્ઠામહોત્સવ તો એવો ભવ્ય થવો જોઈએ કે આખું નગર જૈનધર્મના જયકારથી ગાજી ઊઠે. આ કાર્યને માટે રાજ્યના ભંડાર ખુલ્લા છે. દીવાનજી: જેવી આજ્ઞા, માતા ! [ જાય છે] (પડદો પડે છે.) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવેશ બીજો ] બૌદ્ધગુરુઓને નિમંત્રણ અને પરીક્ષા [બે બૌદ્ધગુરુઓ પાટલા ઉપર બેઠા-બેઠા પુસ્તક વાંચે છે.] બૌદ્ધગુરુઓઃ બુદ્ધ શરણં ગચ્છામિ.... બુદ્ધ શરણં ગચ્છામિ... બુદ્ધ શરણં ગચ્છામિ... [ ત્યાં શ્રેણીક આવે છે.] શ્રેણીક: નમોસ્તુ, મહારાજ ! બૌદ્ધ (૧) આવો રાજન! ચલણા રાણીના શા સમાચાર છે? શ્રેણીકઃ મહારાજ ! ચલણા ઘણા દિવસથી ઉદાસ હતી, તેથી આજે મેં તેને જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની છૂટ આપી છે. બૌદ્ધ (૨) : શું! ચલણાને તમે જૈનધર્મની છૂટ આપી ? શ્રેણીકઃ જી હા મહારાજ ! અને બીજા સમાચાર એ છે કે મેં ચેલણા પાસે આપની ખૂબ પ્રશંસા કરી તેથી પ્રસન્ન થઈને તેણે આપને ભોજનનું આમંત્રણ આપ્યું છે. બૌદ્ધ (૧) : બહુ સારું રાજન્ ! અમે જરૂર જઈશું અને ચેલણાને સમજાવીને બૌદ્ધધર્મની ભક્ત બનાવીશું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮ ] શ્રેણીક: હા, મહારાજ! પણ બરાબર ધ્યાન રાખજો, કેમકે રાણીજીની ધર્મશ્રદ્ધા ઘણી અડગ છે; કયાંક આપણે તેની જાળમાં ન ફસાઈ જઈએ! બૌદ્ધ (૨) : અરે રાજન! એમાં શું મોટી વાત છે? એક ચેલણાને બૌદ્ધ બનાવવી એ તો અમારે માટે રમતની વાત છે. શ્રેણીક: બહુ સારૂં મહારાજ ! (શ્રેણીક જાય છે.) બૌદ્ધ (૧) : અરે, પણ આજે તો આપણે મહારાણીને ત્યાં જ ભોજન માટે જવાનું છે ને! બૌદ્ધ (૨) : હા, ત્યાં શેલણાને સમજાવવાનો બરાબર લાગ મળશે. [ અભયકુમારની બહેન આવે છે.] બાલિકાઃ પધારીયે મહારાજ! માતાજી આપકો ભોજન કે લિયે બુલા રહી હૈ. બૌદ્ધઃ હા, ચલિયે... (જાય છે) [ થોડીવારે અંદરનો પડદો ખુલે છે. ] [ચલણા અને સખી] . ચેલણાઃ સખી, આજે તો એવી યુક્તિ કરવી છે કે બૌદ્ધગુરુઓની સર્વજ્ઞતાનું અભિમાન ધોવાઈ જાય ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૦] સખી: બેન, તમે કાંઈ યોજના વિચારી છે? ચેલણાઃ હા, સખી. હમણાં બૌદ્ધગુરુઓ આવશે; હું તને નિશાની કરું ત્યારે તું ગુપચુપ જઈને તે દરેકની એકેક મોજડી સંતાડી દેજે. સખી: સારૂં માતા ! આ બૌદ્ધગુરુઓ આવ્યા. [ બાલિકા અને બૌદ્ધગુરુઓ આવે છે. અભયકુમાર પણ પાછળથી આવે છે. ] સખી: આવો મહારાજ, અહીં બેસો. [ બેસે છે. ] બૌદ્ધ (૧) : તમારા આમંત્રણથી આજ અમને ઘણી પ્રસન્નતા થઈ છે. આ બાલિકા કોણ છે? અભય એ મારી નાની બહેન છે. બૌદ્ધ (૨) : અચ્છા, બેન! આ ગુરુજીને વંદન તો કરો! બાલિકા: નહિ મહારાજ! મારા જૈનગુરુઓ સિવાય બીજા કોઈને હું વંદન કરતી નથી. બૌદ્ધ (૨) : અરે, પણ બૌદ્ધગુરુઓ તો સર્વજ્ઞ છે! બાલિકાઃ એમ! શું તમે સર્વજ્ઞ છો ? બૌદ્ધ (૧) : હા અમે બધું જાણીએ છીએ. બાલિકાઃ ઠીક... જો તમે બધું જાણતા હો તો કહી આપો કે મારા આ હાથમાં શું છે?. બૌદ્ધ (૨) : ( વિચારમાં) બેન! તારા હાથમાં સોનામહોર છે!! ખરુંને? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૨૧] બાલિકા: ખોટું! તદ્દન ખોટું! દેખો મહારાજ ! મારા હાથમાં તો કાંઈ જ નથી. શું આવી જ તમારી સર્વજ્ઞતા છે !! ચેલણાઃ અરે બેટા ! હવે એ ચર્ચા છોડો... તે મને જમવા બે સાડી દો. અભય: મહારાજ! આપ જમવા પધારો. [ બૌદ્ધગુરુઓ અંદર જાય છે, થોડીવારે જમીને પાછા આવે છે. ] બૌદ્ધગુરુ (૨) : મહારાણીજી, આજ અહીં આવવાથી અમને બહુ આનંદ થયો... અને વળી તમારી ધર્મશ્રદ્ધા દેખીને વિશેષ આનંદ થયો. અભય: અરે, મહારાજ! તમને અહીં ભોજન કરાવ્યું તેથી શું તમે એમ માનો છો કે હવે મારા માતાજી બૌદ્ધધર્મના અનુયાયી બની જશે? બૌદ્ધ (૨) : હા, કુંવરજી! જરૂર અમને વિશ્વાસ છે કે હવે ચલણાદેવી બૌદ્ધધર્મના ભક્ત બની જશે, અને આખા ભારતમાં બૌદ્ધધર્મના વિજયડંકા વાગી જશે. ચેલણાઃ અરે મહારાજ! તમારી એ વાત સ્વપ્ન પણ બનવાની નથી. તમારા જેવા લાખ બૌદ્ધસાધુઓ ભેગા થાય તો પણ મને જૈનધર્મથી ડગાવી શકનાર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૨]. બૌદ્ધગુરુ (૧) : મહારાણીજી! તમે જાણો છો કે શ્રેણીક મહારાજા પણ બૌદ્ધધર્મના ભક્ત છે. જો તમે બૌદ્ધધર્મ સ્વીકારશો તો શ્રેણીક મહારાજા તમારા ઉપર બહુ પ્રસન્ન થશે. અને રાજ્યની તમામ સત્તા તમારા જ હાથમાં રહેશે ! ચલણાઃ અરે, શું રાજસત્તા ને ખાતર હું મારા જૈનધર્મને છોડું? -એ વાત કદી બનવાની નથી. અભયઃ અરે, મહારાજ! આ રાજ્ય તો શું, પણ ત્રણલોકનું સામ્રાજ્ય મળતું હોય તો પણ અમારા જૈનધર્મ પાસે તે તુચ્છ છે ત્રણલોકનું રાજ્ય પણ અમને જૈનધર્મથી ડગાવવા સમર્થ નથી. બૌદ્ધ (૧) : મહારાણીજી ! અમે જાણીએ છીએ કે તમે મહા ચતુર અને બુદ્ધિમાન છો. જો આપના જેવા સમર્થ જૈનધર્મને છોડીને અમારા અનુયાયી બને તો આખા દેશમાં અમારી કીર્તિ ફેલાઈ જાય. માટે રાણીજી! તમે ચેતો... અને અમારી સલાહ માનીને બૌદ્ધધર્મ સ્વીકારો, એમાં જ તમારું હિત છે. જો બૌદ્ધધર્મ નહિ સ્વીકારો તો તમારા ઉપર ભયંકર આફત આવી પડશે! ચેલણાઃ અરે, શું તમે મને ભયથી મારો ધર્મ છોડાવવા માંગો છો!! આવી તુચ્છબુદ્ધિ તમે કયાંથી લાગ્યા? જૈનધર્મના ભક્તો કેવા નિઃશંક અને નિર્ભય હોય છે તેની હજી તમને ખબર નથી... સાંભળો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૩] જૈનધર્મના ભક્તને જગતની કોઈ લાલચ કે જગતની કોઈ પ્રતિકૂળતા ધર્મથી ડગાવી શકતી નથી. વીતરાગી જૈનધર્મના ભક્ત સમયગ્દષ્ટિ જીવ એવા નિ:શંક અને નિર્ભય હોય છે કે, ત્રણલોક ખળભળી જાય એવો ભયંકર વજપાત થાય તો પણ તેઓ પોતાના સ્વભાવથી ટ્યુત થતા નથી. બૌદ્ધ (૨) : સાંભળી લ્યો, મહારાણીજી! તમારે ક્ષણિકવાદ અંગીકાર કરવો જ પડશે. નહિતર અમે મહારાજાના કાન ભંભેરશું અને તમારે અપમાનિત થઈને આ રાજપાટ પણ છોડવા પડશે; માટે હજી પણ માની જાઓ, અને બૌદ્ધધર્મ સ્વીકારી લ્યો. ચેલણાઃ અરે, મારા વહાલા જૈનધર્મ પાસે જગતના કોઈ માન અપમાનની મને દરકાર નથી. લાખ-લાખ પ્રતિકૂળતાનો ભય આપીને પણ તમે મને મારા ધર્મથી નહિ ડગાવી શકો... અમારા ધર્મમાં અમે નિ:શંક છીએ, ને જગતથી અને નિર્ભય છીએ. સાંભળો“ સમ્યકત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય અને, છે સસ ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિ:શંક છે.” અભયકુમાર: વળી સાંભળો છોને વિવિધવ્યાધિઓ શરીરમાં આવી ઘર કરીને રહે, છોને મળેલી રાજસંપદા આ ક્ષણે છૂટી પડે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૪] છોને સગાંસંબંધી-પ્રિય મિત્ર નયને ના પડે, છો વે૨ીઓ ઘેરી વળે... બ્રહ્માંડ આખું ગડગડે ! –જગતની ગમે તેટલી પ્રતિકૂળતા આવી પડે તોપણ અમે અમારા જૈનધર્મથી પંચમાત્ર ડગવાના નથી, તો તમારા જેવાની શું તાકાત છે કે તમે અમને ડગાવી શકો? બૌદ્ધ (૧) : મહારાણીજી! ભલે અંતરમાં આપ જૈનધર્મની શ્રદ્ધા રાખજો... પણ બહારમાં બૌદ્ધધર્મ સ્વીકારીને અમને સહકાર આપો... જેથી અમે બૌદ્ધધર્મનો પ્રચાર કરી શકીએ... ચેલણાઃ અરે મહારાજ! હવે તમારી વાત બંધ કરો. જૈનધર્મ છોડવા બાબતમાં હવે શબ્દ પણ ઉચ્ચારશો નહિ. હવે તો તમારે તમારો ક્ષણિકવાદ છોડીને, સ્યાદવાદના શરણે આવવું પડશે. અત્યાર સુધી તો તમારી વાત ચાલી, પરંતુ હવે અમારા રાજમાં તે નહિ ચાલે... બૌદ્ધ (૨) : અરે ચલણા! અમારા બૌદ્ધગુરુઓ તો સર્વજ્ઞ છે. તેનું તમે અપમાન કરી રહ્યા છો... અભયઃ ઠીક મહારાજ! તમે કેવા સર્વજ્ઞ છો તે તો હમણાં જ ખબર પડશે! હવે ચર્ચા બંધ કરીને આપ શાંતિથી સીધાવો. બૌદ્ધ (૧) : ઠીક ભાઈ ! અત્યારે તો જઈએ છીએ. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૫]. પણ વખત આવ્યે તમને ખબર પડશે કે બૌદ્ધગુરુઓનું સામર્થ્ય કેટલું છે !!! [ જવા માંડે છે. ] [ મોજડી શોધે છે; એકેક મોજડી ગુમ થઈ છે. બન્ને જણા એકેક મોજડી લઈને, બીજી મોજડી શોધે છે. ] બૌદ્ધ (૧) : અરે, મારી એક મોજડી ગૂમ થઈ ! બૌદ્ધ (૨) : મારી પણ એક મોજડી દેખાતી નથી! બૌદ્ધ (૧) : અરે, અમારી મોજડી કયાં ગૂમ થઈ ? બૌદ્ધ (૨) મોજડી કોણ ઉપાડી ગયું? . મોજડી... મોજડી.... મોજડી.. અભયઃ શું છે? મહારાજ! બૌદ્ધઃ કુમાર, અમારી મોજડી ગૂમ થઈ છે. ચલણાઃ શું તમારી મોજડી ગૂમ થઈ ! અરે સૈનિકો, જાઓ તપાસ કરો કે મોજડી કયાં ગઈ ! સૈનિકઃ માતા, બધે તપાસ કરી, પણ ક્યાંય પત્તો લાગતો નથી. બૌદ્ધ (૨) : પણ અહીંથી અમારી મોજડી જાય કયાં? ચલણા: હું મારાજ ! હમણાં જ તમે તો કહેતા હતા ને કે અમે તો સર્વજ્ઞ છીએ, તો તમારા જ્ઞાનથી જ જાણી લ્યો ને, કે તમારી મોજડી કયાં છે! [ બૌદ્ધગુરુઓ એકબીજા સામે જોઈને ક્ષોભિત થાય છે.] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ર૬] બૌદ્ધ (૧) : એ તો અમે નથી જાણી શકતા! અભય: જુઓ, મહારાજ ! આવી ચૂળ વસ્તુને પણ તમે નથી જાણી શકતા, તો સર્વજ્ઞ હોવાનો દાવો શા માટે કરો છો? બૌદ્ધઃ (૨) પણ અમારી મોજડી ગઈ કયાં? અભય: પણ મહારાજ! તમારા જ્ઞાનવર્ડ જાણી લ્યો ને કે મોજડી કયાં છે? બૌદ્ધ (૧) : જરૂર અમારી મોજડી કોઈએ ગુમ કરી છે. બૌદ્ધ (૨): [ ગદ્ગદ્ થઈને] અરે મહારાણીજી! તમે દગો કરીને અમારું આવું અપમાન કર્યું !! ચેલણા : નહિ, નહિ, મહારાજ! તમારા અપમાન માટે અમે કંઈ નથી કર્યું, પરંતુ અમે તો તમારી સર્વજ્ઞતાની પરીક્ષા કરીને તમને બતાવ્યું કે સર્વજ્ઞતાના નામે તમે કેવો ભ્રમ સેવી રહ્યા છો! અભય: હું, અને હવે તમારા શ્રેણીકભગતને પણ ખબર પડશે કે એના ગુરુઓ કેવા છે !! બૌદ્ધગુરુ (૨) : અરે, ઘરે બોલાવીને તમે અમારું અપમાન કર્યું, પરંતુ યાદ રાખજો કે અમે પણ અમારા અપમાનનો બદલો લેશું! [–ચાલ્યા જાય છે.] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [પ્રવેશ ત્રીજો ] શ્રેણીકદ્વા૨ા મુનિરાજ ઉ૫૨ ઉપસર્ગ [ શ્રેણીકરાજા બેઠા છે, ત્યાં બૌદ્ધ ગુરુઓ આવે છે. શ્રેણીક ઊભા થઈને પૂછે છે– ] શ્રેણીક: પધારો મહારાજ ! ભોજન કરી આવ્યા? બૌદ્ધ: (૨) : હા રાજન્! શ્રેણીક : મહારાજ! ભોજન પછી આપે ચેલણાને બૌદ્ધધર્મનો કાંઈ ઉપદેશ આપ્યો ? બૌદ્ધ (૧) : હા, રાજન્! ચેલણા રાણીને બૌદ્ધધર્મ સ્વીકારવા માટે અમે ઘણું ઘણું કહ્યું, ધાક-ધમકીઓ પણ આપી, પરંતુ તે જૈનધર્મની હઠ જરા પણ છોડતી નથી. ત્યાં તો ઊલટું અમારું અપમાન થયું... શ્રેણીક: શું અપમાન થયું, મહારાજ! બૌદ્ધ: (૧) : રાજન્ અમારા જ પગની મોજડી ગૂમ કરીને અમને અજ્ઞાની ઠરાવ્યા. શ્રેણીક: મહારાજ ! તમને તમારી મોજડીની ખબર કેમ ન પડી? બૌદ્ધ (૨) : રાજન્! જમવાના સ્વાદમાં એનો ખ્યાલ ન રહ્યો. અને વળી ચેલણાએ અમારી સર્વજ્ઞતાની પરીક્ષા કરીને અમને ખોટા ઠરાવ્યા... ને ભયંકર અપમાન કરીને કાઢી મૂકયા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૮ ] શ્રેણીક : મહારાજ! વખત આવ્યે હું પણ ચેલણાના ગુરુનું અપમાન કરીને આનો બદલો વાળીશ. બૌદ્ધ (૨) : હા રાજન! તું બૌદ્ધનો ભક્ત હો તો જરૂર એમ કરજે. શ્રેણીક: જરૂર કરીશ... મહારાજ! [બૌદ્ધગુરુઓ વિદાય થાય છે... બે સૈનિકો પ્રવેશ કરે છે. બન્ને સૈનિકોનો વેશ જુદો જુદો રાખવો.] શ્રેણીક: ચાલો સામન્તો ! આજ તો શિકાર કરવા જઈએ. [જાય છે. સાથે બે સામન્તો છે. શ્રેણીક એકીટસે દૂરથી પડદા તરફ જોઈ રહે છે– ] ( પછી પડદાની અંદર મુનિ પાસે લાઈટ કરવી.) શ્રેણીક: અરે, ત્યાં દૂર દૂર શું દેખાય છે? શું કોઈ શિકાર હાથમાં આવ્યો ? સૈનિક : જી હા, મહારાજ! એ કોઈ શિકાર લાગે છે. બીજો સૈનિક : નહિ મહારાજ! એતો કોઈ મનુષ્ય લાગે છે; વળી એની આસપાસ તેજમય પ્રભામંડળ દેખાય છે; તેથી જરૂર એ કોઈ મહાપુરુષ હશે. શ્રેણીક : ચાલો, નજીક જઈને તપાસ કરીએ. સૈનિક (૧) : મહારાજ, ત્યાં તો કોઈ ધ્યાનમાં બેઠું છે. સૈનિક (૨) : અરે, એ તો જૈન મુનિ છે... અહા, જુઓ તો ખરા એમની મુદ્રા કેવી શાંત છે! જાણે ભગવાન બેઠા હોય-એવું જ લાગે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૨૯] શ્રેણીકઃ અરે! શું જૈનમુનિ!! ચલણાના ગુરુ! સૈનિક (૧) : જી હા! મહારાજ એ ચેલણાના ગુરુ છે. શ્રેણીક બસ! આજે હું મારા વેરનો બદલો વાળીશ. ચેલણારાણીએ મારા બૌદ્ધગુરુનું અપમાન કર્યું હતું. હવે આજે તેના ગુરુનું અપમાન કરીને હું એનો બદલો લઈશ. બીજો સૈનિકઃ રાજન! રાજ! આપને આ ન શોભે! મુનિરાજ કેવા શાંત અને વીતરાગી છે! એમની સામે રોષ ન હોય. શ્રેણીકઃ નહી, નહિ! હું મારા અપમાનનો બદલો લઈશ, ત્યારે લા જ મને ચેન પડશે! જાવ સૈનિકો, એના ઉપર શિકારી કૂતરા છોડી મૂકો. બીજો સૈનિકઃ (ગદ્ ગદ થઈને) મહારાજ ! આવું પાપકાર્ય આપને નથી શોભતું. સૈનિક (૧) : મહારાજ! મુનિ ઉપર જે કૂતરા છોડ્યા હતા તે તો મુનિને કાંઈ પણ કર્યા વગર, શાંત થઈને તેમની પાસે બેસી ગયા.. હવે શું કરવું? બીજો સૈનિકઃ (ગદ્ગદ થઈને) રાજન્ ! રાજ! હજી પણ ચેતો! અરે, જેમની શાંત મુદ્રા દેખીને આ કૂતરા જેવા પશુ પણ શાંત અને નમ્ર થઈ ગયા, એવા મુનિરાજ ઉપર ક્રોધ કરવો આપને ઉચિત નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૦] શ્રેણીકઃ નહિ, નહિ. એ તો કોઈ જાદુગર છે, એણે જાદુના મંત્રથી કુતરાને થંભાવી દીધા છે પણ આજ હું વેરનો બદલો લીધા વગર રહેવાનો નથી. સૈનિકો ! જુઓ ! દૂર પેલો ભયંકર કાળો નાગ પડયો છે. તેને અહીં લાવો, એટલે આ મુનિના ગળામાં પહેરાવી દઉં! [ સર્પની ફેણ ઊંચી નીચી થતી દેખાય છે. ] [ પહેલો સૈનિક સર્પ લઈને શ્રેણીકને આપે છે.] શ્રેણીક લાવો. [તે સર્પ લઈને શ્રેણીકરાજા મુનિના ગળામાં પહેરાવે છે, ને રૌદ્ર અટ્ટહાસ્ય કરે છે: ] હા... હા.. હા.. હા. હું.. હા.. [ આ પ્રસંગે બીજો સૈનિક બેભાન જેવો થઈને નીચે બેસી જાય છે.] શ્રેણીકઃ બસ! મારા ગુરુના અપમાનનો બદલો મળી ચૂક્યો. ચાલો સૈનિકો! આ સમાચાર જલદી જલદી મારા ગુરુને આપીએ. [ જાય છે. બીજો સૈનિક બેસી રહે છે. ] [ પડદામાંથી આકાશવાણી] : અરરર! ધિક્કાર! ધિક્કાર! ધિક્કાર! પરમ વીતરાગી જૈનમુનિ ઉપર ઘોર ઉપસર્ગ કરીને શ્રેણીક રાજાએ સાતમી નરકનું ઘોર પાપકર્મ બાંધ્યું! [ પડદો પડે છે. દશ્ય બદલાય છે.] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૧]. [ બૌદ્ધ ગુરુઓ બેઠા છે, શ્રેણીક આવીને વંદન કરે છે. ] બૌદ્ધ (૧) : કેમ રાજન્ ! શા સમાચાર છે? શ્રેણીકર મહારાજ ! આજ જંગલમાં શિકાર કરવા ગયો હતો, ત્યાં એક જૈનમુનિને દેખ્યા ! બૌદ્ધ (૧) : એમ! પછી શું થયું? શ્રેણીક પછી તો મેં આપના અપમાનનો બરાબર બદલો લીધો. બૌદ્ધ (૨) : કઈ રીતે? શું તે વાદવિવાદ કરીને તેમને હરાવ્યા? શ્રેણીકા ના મહારાજ! વાદવિવાદમાં જૈનમુનિઓને હરાવવા સહેલા નથી. મેં તો તેમના ઉપર શિકારી કૂતરા છોડ્યા, પરંતુ કોણ જાણે કેમ, તે કૂતરા શાંત થઈને ત્યાં જ બેસી ગયા. બૌદ્ધ (૨) : એમ!! પછી શું થયું? શ્રેણીક: મહારાજ ! પછી તો મેં એક મોટો સર્પ લઈને તેમની ડોકમાં પહેરાવી દીધો. બૌદ્ધ (૧) : અરે રાજન! રાજ! તે આ શું કર્યું? આવું અયોગ્ય કૃત્ય કરવાનું તને કેમ સૂઝયું? શ્રેણીકઃ મહારાજ! મેં અપમાનનો બદલો લીધો. બૌદ્ધ (૨) : નહિ, શ્રેણીક! આ રીતે બદલો ન લેવાય ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૨] બૌદ્ધ (૧) : હશે, જે થયું તે થઈ ગયું! આ સમાચાર ચેલણારાણીને તરત જણાવી દેજો, એટલે એને પણ ખબર પડે કે બૌદ્ધગુરુઓનું અપમાન કરવું તે સહેલી વાત નથી ! શ્રેણીક: હા મહારાજ ! હું ત્યાં જ જાઉં છું. [ પડદો પડે છે] [ પ્રવેશ ચોથો] અભયકુમાર સાથે ધર્મચર્ચા અને ચેલણાની હૃદયવ્યથા [ચલણારાણી ચિંતામાં બેઠા છે, ત્યાં અભયકુમાર આવે છે.] અભયઃ કેમ માતાજી! શું ચિંતામાં છો? ચેલણા: ભાઈ ! આજ ત્રણ ત્રણ દિવસથી મને ચેન નથી પડતું... મારા હૃદયમાં એવા ભણકારા થાય છે કે જાણે કયાંક જૈનધર્મ ઉપર મહા સંકટ આવ્યું હોય. ને મારે ત્યાં જવાની જરૂર પડી હોય! ભાઈ ! મારા હૃદયમાં કંઈક ઉથલપાથલ થાય છે. અભય: માતા! ચિંતા ન કરો. જૈનધર્મના પ્રતાપે સર્વ મંગળ થશે. જ્યાં આપના જેવા ધર્મવત્સલ સમકિતી બિરાજે છે ત્યાં હવે સર્વ સંકટ ટળીને જરૂર ધર્મની મહાપ્રભાવના થશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૩] . ચલણા: વહાલા પુત્ર! આ સુનકાર રાજ્યમાં મારા સાધર્મી તરીકે એક તું જ છે... મારા હૃદયની વ્યથા, તારા સિવાય બીજા કોની પાસે કહું! ભાઈ ! આજ ત્રણ ત્રણ દિવસ થયા મહારાજા પણ નથી દેખાતા! કોણ જાણે શુંય ખટપટ ચાલતી હશે! અભયઃ માતા ! મને એક વાત યાદ આવે છે. ત્રણ દિવસ પહેલાં જ્યારે મહારાજા શિકારેથી પાછા આવ્યા ત્યારે સીધા બૌદ્ધગુરુઓ પાસે જઈને કાંઈક વાત કરી હતી, અને તે સાંભળી બૌદ્ધગુરુઓ હર્ષ માનતા હતા. ચલણા: હા ભાઈ, જરૂર એમાં જ કંઈક રહસ્ય હશે અત્યારે જ આપણા ગુપ્તચરોને તેની તપાસ કરવા મોકલો. અભય: હું માતા! હુમણાં જ મોકલું છું. ગુપ્તચરો ! (ગુપ્તચરો આવે છે.) ગુપ્તચર જી હજુર ! અભય: ગુપ્તચરો, તમે હુમણાં જ જાઓ, અને કાંઈ પણ નવાજાની હોય તો તપાસ કરો. ગુપ્તચર જેવી આશા. (જાય છે.) અભય: માતા, ગુપ્તચરોને તપાસ કરવા મોકલ્યા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૪] તેમના સમાચાર આવે ત્યાં સુધી આમ સુનમુન બેસી રહેવા કરતાં આપણે કાંઈક ધાર્મિક વાર્તા કરીએ, જેથી મનમાં પ્રસન્નતા થાય. ચલણાઃ હા પુત્ર! તારી વાત સાચી છે. આવા દુ:ખ સંકટમાં ધર્મનું જ શરણ છે. અભયઃ માતા ! આપના જેવા ધર્માત્મા ઉપર પણ આવા સંકટ કેમ આવતા હશે? ચેલણાઃ પુત્ર, પૂર્વે જેણે દેવ-ગુરુ-ધર્મની કાંઈક વિરાધના કરી હોય તેને જ આવી પ્રતિકૂળતાના પ્રસંગ આવે અભય: હું માતા ! પ્રતિકૂળસંયોગોમાં પણ જીવ ધર્મ કરી શકે? ચેલણાઃ હા ભાઈ ! ગમે તેવા પ્રતિકૂળ સંયોગ હોવા છતાં જીવ ધર્મ કરી શકે છે; બહારના કોઈ સંયોગ જીવને નડતા નથી. અભય: પણ અનુકૂળ સંયોગ હોય તો ધર્મ કરવામાં તે કાંઈક મદદ તો કરેને! ચલણા : નહિ, ભાઈ ! ધર્મ તો આત્માના આધારે છે, સંયોગના આધારે ધર્મ નથી. સંયોગનો તો આત્મામાં અભાવ છે. અભય: તો બહારમાં અનુકૂળ ને પ્રતિકૂળ સંયોગ કેમ મળે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૫] ચલણાઃ એ તો આગલા ભવમાં જેવા પુણ્ય-પાપના ભાવો જીવે કર્યા હોય તેવા સંયોગ અત્યારે મળે છે. પુણ્યના ફળમાં અનુકૂળ સંયોગ મળે, પરંતુ ધર્મ તો તે બન્નેથી જુદી ચીજ છે. અભયઃ માતાજી! આ વિચિત્ર સંસારમાં કોઈવાર અધર્મી જીવો પણ સુખી દેખાય છે, ને કોઈવાર ધર્મી જીવો પણ દુ:ખી થાય છે –તેનું શું કારણ? ચલણા: ભાઈ, અજ્ઞાની જીવોને સાચું સુખ કદી હોતું જ નથી. આત્માનું અતીન્દ્રિયસુખ તે જ સાચું સુખ છે. તે અતીન્દ્રિયસુખ તો જ્ઞાનીને જ હોય છે, અજ્ઞાનીને તો તેની ગંધ પણ હોતી નથી. અધર્મી જીવોને જે સુખ દેખાય છે તે ખરેખર સુખ નથી પણ માત્ર કલ્પના છે. અજ્ઞાનીને પૂર્વ-પુણ્યના ઉદયથી બાહ્ય અનુકૂળતા હોય તો પણ ખરેખર તે દુ:ખી જ છે. ને જ્ઞાનીને કદાચિપાપના ઉદયથી બહારમાં પ્રતિકૂળતા દેખાય તોપણ તે ખરેખર સુખી છે. અભયઃ માતા, પ્રતિકૂળતાને લીધે જ્ઞાનીની શ્રદ્ધા ડગી જતી નહિ હોય? ચેલણાઃ નહિ ભાઈ, બિલકુલ નહીં. બહારમાં ગમે તેવી પ્રતિકૂળતા હોય તોપણ સમકિતી ધર્માત્માના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૬] સભ્યશ્રદ્ધા અને સમ્યજ્ઞાન જરાપણ દોષિત થતા નથી. અરે! ત્રણલોક ખળભળી જાય તોપણ સમકિતી પોતાના સ્વરૂપની શ્રદ્ધાથી જરાપણ ડગતા નથી. અભયઃ અહો માતા, ધન્ય છે એવા સમકિતી સન્તોને! એ સુખીયા સમકિતીનો અતીન્દ્રિય આનંદ કેવો હશે! ચેલણા: અહો, પુત્ર અભય! એની શી વાત! જેવો સિદ્ધભગવાનનો આનંદ... જેવો વીતરાગી મુનિવરોનો આનંદ, એવો જ એ સમકિતીનો આનંદ છે. સિદ્ધ ભગવાન જેવા આનંદનો સ્વાદ સમકિતીએ ચાખી લીધો છે. અભય: મારી માતા ! આપ પણ શુદ્ધ સમકિતી છો. આપે પણ એ મહા આનંદનો સ્વાદ ચાખી લીધો છે. અહો, ધન્ય છે આપનું જીવન! હે માતા! એ સમ્યગ્દર્શન માટે કેવો પ્રયત્ન હોય તે સમજાવો. ચેલણાઃ તે બહુ સારો પ્રશ્ન પૂછયો; સાંભળ ભાઈ ! પહેલાં તો અંતરમાં આત્માની ખૂબ જ ધગશ જાગે, અને સદગુરુનો સમાગમ કરીને તત્ત્વોનો બરાબર નિર્ણય કરે. પછી દિનરાત અંતરમાં ઊંડું. ઊંડુ મંથન કરીને ભેદજ્ઞાનનો અભ્યાસ કરે. વારંવાર એ ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે ઉત્કૃષ્ટ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૭ ] હદે આત્મસ્વભાવનો મહિમા આવે ત્યારે તેનો નિર્વિકલ્પ-અનુભવ થાય છે, અને તે અનુભવમાં સિદ્ધભગવાન જેવા આનંદનું વેદન થાય છે. પુત્ર, આવો સમ્યગ્દર્શનનો પ્રયત્ન છે; એનો મહિમા અપાર છે. અભયઃ અહો માતા ! સમ્યગ્દર્શનનો મહિમા સમજાવીને આપે મહાન કૃપા કરી... ( પગમાં પડીને....) માતા મારી જીવનનૈયા જુગ જુગ જીવો જનની; મોક્ષતણી તું સાધક માતા ! શોભે તુજથી અવની. ચેલણા: ચાલો બેટા, આપણે જિનેન્દ્રભગવાનની એક સ્તુતિ કરીએ. અભય: હા માતા, ચાલો. [બન્ને ભાવભીના ચિત્તે સ્તુતિ કરે છે–] તુમસે લાગી લગન, લેલો અપની શરણ જિનવર પ્યારા મેટો મેટોજી સંકટ હમારા... રાખો રાખોજી શરણ તુમારા... નિશદિન તુમકોજપું, સમકિત ભાવ સસ્તું, જીવન સારા... તેરે ચરણોમેં વીતે હમારા... જગકે દુઃખકી તો ૫૨વા નહીં હૈ, સ્વર્ગ સુખકી ભી ચાહ નહીંહૈ છૂટે જન્મ-મ૨ણ ઐસા હોવે યતન, તારણહારા... મેટો મેટોજી સંકટ હમારા... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [ ૩૮ ] લાખોંવાર તુમ્હેં શિર નમાવું, જગકે નાથ તુમ્હેં કૈસે પાઉં! હમસબ વ્યાકુલ ભયા દર્શન બિન યે જીયા લાગે ખારા... મેટો મેટોજી સંકટ હમારા... રાખો રાખોજી શરણ તુમારા... તુમસે લાગી લગન, લેલો અપની શ૨ણ, જિનવર પ્યારા... મેટો મેટોજી સંકટ હમારા... ચેલણાઃ બેટા અભય ! હજી કાંઈ સમાચાર ન આવ્યા. અભય: જુઓ માતા, ગુપ્તચર કંઈક સમાચાર લઈને આવે છે. [ગુપ્તચર આવે છે. ] ચેલણા: શું સમાચાર છે, ભાઈ! સૈનિકઃ માતા, માતા! એક ગંભીર બનાવ બની ગયો છે. તેના સમાચાર કહેવા માટે મહારાજા પોતે જ અહીં આવી રહ્યા છે. [ શ્રેણીક રાજા આવે છે. ] ચેલણાઃ પધારો મહારાજ! આજ તો ઘણા દિવસે પધારવું થયું ! શ્રેણીક: દેવી! હું જંગલમાં શિકાર કરવા ગયો હતો, ત્યાં એક બનાવ બન્યો. ચેલણા: શું બન્યું મહારાજ! જલ્દી કહો. શ્રેણીક: ત્યાં જંગલમાં અમે એક જૈનમુનિને દેખ્યા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૯ ] ચેલણાઃ એમ ! મારા ગુરુનાં દર્શન થયા! વાહ, પછી શું થયું મહારાજ? શ્રેણીક પછી તો જેમ તમે મારા બૌદ્ધગુરુઓનું અપમાન કર્યું હતું તેમ મેં પણ તમારા ગુરુનું અપમાન કરીને તેનો બદલો લીધો. ચેલણાઃ અરે ! તમે શું કર્યું મહારાજ? શ્રેણીક સાંભળો દેવી! પહેલા તો અમે તેમના ઉપર શિકારી કૂતરા છોડયા.. પણ તે કૂતરા તો એ મુનિને જોતાં જ એકદમ શાંત થઈ ગયા. ચેલણા: વાહ, ધન્ય મારા ગુરુનો પ્રભાવ! ધન્ય એ વીતરાગી મુનિરાજ ! શ્રેણીકલ ચેલણા, પછી તો મેં એક ભયંકર કાળો નાગ લઈને તારા ગુરુની ડોકમાં પહેરાવી દીધો. ચેલણાઃ હું! શું મારા મુનિરાજની ડોકમાં તમે નાગ નાંખ્યો!! અરે... ધિક્કાર આ સંસારને! ધિક્કાર આ રાજાને કે જેણે આવું ઘોર પાપ કર્યું... આના કરતાં કુંવારી રહીને દીક્ષા લઈ લીધી હોત તો સારું હતું! અરે રાજન ! રાજન ! તમે આ શું કર્યું? અભયઃ ધૈર્ય ધરો, માતા ! આપણે શીઘ કાંઈક ઉપાય કરીએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૦ ] ચેલણાનો પુકા૨: અરે ભાઈ, ભાઈ! આપણા ગુરુ ઉપર ઘોર ઉપસર્ગ આવ્યો. આવી રાત્રે આપણે શું કરીશું? જંગલમાં કર્યાં જઈશું ?... મુનિરાજને કયાં શોધીશું ?... અરે, એ મુનિરાજનું શું થયું હશે!! હે ભગવાન! એને બચાવો !... મુજ પ્રાણઆધાર મુનિને.. ઉપસર્ગથી બચાવો. વનવાસી ધ્યાની મુનિને... ઉપસર્ગથી બચાવો... સમ્યકત્વ-રત્નધારક કલ્યાણ બોધિદાયક, જિન વીતરાગી પ્રભુને ઉપસર્ગથી બચાવો... હે દુષ્ટ-મતિવંત પ્રાણી! મહા ઘોર પાપ કીધાં, થયા નર્કગામી રાજન્! ઉપસર્ગથી બચાવો... વન-જંગલે જઉં હું શોધું મુનીન્દ્ર સંતને, મહા ધર્મધો૨ી પ્રભુને ઉપસર્ગથી બચાવો... નીરખું નહીં હું પ્રભુને નહિ ચેન ક્ષણ મુજને, ધી-વી૨ ક્ષમાના સાગર, ઉપસર્ગથી બચાવો. મુજ પ્રાણ-આધાર મુનિને... [ચેલણા કાવ્ય બોલતાં-બોલતાં બેશુદ્ધ થઈને પડે છે.] અભયઃ (ઘૂંટણભર થઈને, રડતાં રડતાં) માતા, ઊઠો... ઊઠો. આવા ગંભીર પ્રસંગે તમે ધૈર્ય ગુમાવશો તો હું શું કરીશ? હું માતા! ચાલો, આપણે જલ્દી કાંઈક ઉપાય કરીએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૧ ] ચેલણા: ભાઈ, ચાલ ! આપણે અત્યારે ને અત્યારે જંગલમાં જઈને મુનિરાજ ઉપરના ઉપસર્ગને દૂર કરીએ. શ્રેણીક: દેવી! તમે શોક ન કરો. તમારા ગુરુ તો કયારનાય સર્પને દૂર ફેંકીને ચાલ્યા ગયા હશે. ચેલણાઃ નહિ, નહિ, રાજન! એ તો તમારી ભ્રમણા છે. ગમે તેવો ભયંકર ઉપદ્રવ થાય તોપણ અમારા જૈનમુનિઓ ધ્યાનથી ચલાયમાન થતા નથી... જો એ સાચા મુનિરાજ હશે તો આજ ત્રણ-ત્રણ દિવસ સુધી પણ એ મુનિરાજ એમ ને એમ જ બિરાજતા હશે તેઓ ચૈતન્યના ધ્યાનમાં અચલ મેરુસમાન બેઠા હશે. અભયઃ માતા ! માતા! હવે જલદી ચાલો! આપણા ગુરુનું શું થયું હશે! અરે! એ ઉપશાંત વીતરાગમૂર્તિ મુનિરાજને આપણે કયારે દેખીશું ? ચેલણા: ચાલો પુત્ર! અત્યારે ને અત્યારે જ આપણે તેમની પાસે જઈએ... અને તેમનો ઉપસર્ગ દૂર કરીએ... (ચાલવા માંડે છે. ) શ્રેણીક: અરે! આવી રાતના વખતે તમે જંગલમાં કયાં જશો ? આપણે સવારે જઈને તપાસ કરશું, હું પણ તમારી સાથે આવીશ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૨]. ચેલણાઃ નહિ રાજ! અમારાથી એક ક્ષણ પણ રહેવાતુ નથી. અરેરે! તમે ભારે અનર્થ કર્યો!! અમારા ગુરુ ઉપર ઉપસર્ગ આવ્યો છે તે વખતે અમારાથી એક ક્ષણ પણ અહીં રહી શકાતું નથી. મહારાજ અત્યારે ને અત્યારે અમે જંગલમાં જઈશું, ને ગમે ત્યાંથી મુનિરાજને શોધીને તેમનો ઉપસર્ગ દૂર કરીશું. મુનિરાજ ઉપરનો ઉપસર્ગ દૂર ન થાય ત્યાં સુધી અમને ચેન પડવાનું નથી... અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે જ્યાં સુધી અમને એ મુનિરાજના દર્શન ન થાય અને તેમનો ઉપસર્ગ દૂર ન થાય ત્યાં સુધી સર્વ પ્રકારના અન્ન-પાણીનો અમારે ત્યાગ છે! (ચાલવા માંડે છે.) શ્રેણીક ઊભા રહો દેવી ! હું પણ તમારી સાથે આવું, ને તમને મુનિરાજનું સ્થાન બતાવું! અભયઃ બહુ સારું પિતાજી! ચાલો. [ બધા જાય છે.... અંદર જઈને બીજી બાજુથી મુનિરાજને શોધતા શોધતા બહાર આવે છે.] [ પડદો] [ પ્રવેશ પાંચમો] ઉપસર્ગનિવારણ અને શ્રેણીક દ્વારા જૈનધર્મનો સ્વીકાર. [ પહેલાં અંધારું પછી ઝાંખો પ્રકાશ, મુનિરાજ દેખાય છે. ] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૩] ચેલણાઃ અરે દેખો દેખો ! મુનિરાજ તો એમ ને એમ ધ્યાનમાં જ બિરાજી રહ્યા છે. - -- ' - ' Wed , અભયઃ જય હો.. યશોધર મુનિરાજનો જય હો. ચેલણાઃ કુમાર! ચાલો, સર્પને ઝટ ઝટ દૂર કરીએ.. [ શ્રેણીક હાથ જોડીને ઊભા ઊભા જાએ છે; અભય હળવેથી સર્પ ને દૂર કરે છે.] અભયઃ અહીં મુનિરાજ ! ધન્ય આપની વીતરાગતા ! ચેલણાઃ પુત્ર! ચાલો, હવે મુનિરાજના શરીરને સાફ કરો. [ પીંછીથી અને કપડાંથી સાફ કરે છે. પછી વંદન કરીને બેસે છે; શ્રેણીક એકબાજુ સ્તબ્ધ ઊભા છે. ] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૪] ચેલણાઃ બેસો મહારાજ! મુનિરાજ તો હજી ધ્યાનમાં છે. હમણાં તેમનું ધ્યાન પૂરું થશે... [ શ્રેણીક બેસે છે. ] ચેલણા ( અભયકુમારને ) ચાલો ! આપણે મુનિરાજનું પૂજન કરીએ [હાથમાં અર્ઘ લઈને શ્લોક બોલે છે: ] હે મુનિરાજ ! તુમારા ચરણકમલની પૂજના... હૃદય ઉલ્લસિત થાય કે ભાગ્ય માનું ઘણું રે.... ૫૨મ રહસ્ય પ્રભુ! આતમજ્ઞાન નિધાન જો... રત્નત્રયીમય પ્રભુ પધાર્યા મારે આંગણે રે. ૐ હ્રીં, શ્રી રત્નત્રયસાધક યશોધરમુનિરાજચરણકમલપૂજનાર્થે અર્થ નિર્વપામીતિ સ્વાહા. ચેલણા: (હાથ જોડીને ગદ્ગદ્દભાવે કહે છેઃ ) હું પ્રભો ! હવે ઉપસર્ગ સર્વ પ્રકારે દૂર થયો છે... નાથ! હવે ધ્યાન છોડો, ને અમારા ઉપર કૃપાદષ્ટિ કરો, પ્રભો ! અમ બાળકો ઉપર કૃપા કરો ! મુનિરાજ: ધર્મવૃદ્ધિ: અસ્તુ તમને સૌને ધર્મવૃદ્ધિ હો.... * મુનિરાજના શબ્દો સૂત્રધારે પડદામાંથી બોલવા; એ જ પ્રમાણે આગળ જતાં ભગવાનની વાણી પણ પડદામાંથી રજી કરવી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૫] શ્રેણીક: અરે, શું મુનિરાજે મને પણ ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપ્યા? ચલણાઃ હું મહારાજ! જૈનમુનિઓ તો વીતરાગી હોય છે. શત્રુ અને મિત્ર પ્રત્યે તેમને સમભાવ હોય છે, કોઈ પૂછે કે કોઈ નિંદા કરે તેમાં પણ સમભાવ છે, હીરાનો હાર કે ફણીધર નાગ એ બન્નેમાં પણ તેમને સમભાવ હોય છે.. અહો ! એ મુનિવરોની શી વાત ! શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.... શ્રેણીક: અહો, દેવી! ધન્ય છે આ મુનિરાજને! ખરેખર જૈનમુનિઓ સમાન જગતમાં બીજાં કોઈ નથી. અરેરે ! મેં પાપીએ કેવો ભયંકર અપરાધ કર્યો? ચેલણાઃ નાથ! આપ ગમે તેવો ઉપદ્રવ કર્યો છતાં આ વીતરાગી મુનિરાજ તો પોતાના ક્ષમાધર્મમાં અડગ જ રહ્યા છે, અને તમારા ઉપર પણ કરુણાદષ્ટિ રાખીને તમને ય ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપ્યા છે. નાથ ! આ વીતરાગી મુનિવરોનો જૈનધર્મ જ ઉત્તમ છે, તમે આ ધર્મનું શરણ કરો. જૈનધર્મના શરણે ગમે તેવા ભંયકર પાપનો પણ નાશ થઈ જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૬ ] અભયઃ પિતાજી! હવે અંતરના ઉમંગથી જૈનધર્મનો સ્વીકાર કરો અને સર્વે પાપોનું પ્રાયશ્ચિત કરી લો; મારી ચેલણા માતાના પ્રતાપે તમને આ ધન્ય અવસર પ્રાપ્ત થયો છે. શ્રેણીકઃ પ્રભો! પ્રભો! મારા અપરાધ ક્ષમા કરો. નાથ ! આ પાપીનો ઉદ્ધાર કરો. અરેરે ! જૈનધર્મની વિરાધના કરીને મેં ઘોર અપરાધ કર્યો, એ પાપથી હું કયારે છૂટીશ! પ્રભો!... મને.. શરણ આપો... હવે જૈનધર્મનું શરણ ગ્રહણ કરું છું... મને અરિહંત ભગવાનનું શરણ હો... મને સિદ્ધભગવાનનું શરણ હો... મને જૈન મુનિઓનું શરણ હો. મને જૈનધર્મનું શરણ હો... પ્રભુ પતિતપાવન મેં અપાવન ચરણ આયો શરણજી, યો બિરદ આપ નિહાર સ્વામી મેટ જામન મરણજી. તુમના ના પીછાન્યો આન માન્યો દેવ વિવિધ પ્રકારજી, યા બુદ્ધિ સેતી નિજ ન જાણ્યો ભ્રમ ગણ્યો હિતકારજી ! ધન ધડી યો ધન દિવસ યોહી ધન જનમ મેરો ભયો, અબ ભાગ્ય મેરો ઉદય આયો દરશ પ્રભુકો લખ લયો. મેં હાથ જોડ નમાય મસ્તક વિનવું તુમ ચરણજી, કરજો ક્ષમા મુજ પાપની ઓ.... સુનો તાર તરનજી ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૭] [આ પ્રસંગનું બીજું ગાયન; બેમાંથી એક ગાવું] ગુરુદેવા.. ઓ મુનિદેવા.. આ દુષ્ટને ઉગારો... હું પાપી નીચ અધમ રે! પાપો અનંત કીધાં, હે મુનિરાજ અનંતગુણનાથ છો જ્ઞાયકનાથ; જાણ્યા નહીં ભગવંતને, હવે હૃદય દુ:ખ પામે, ક્ષમાધારી ઓ વિતરાગી છો સહુજ સુખધામી; પામરને પ્રભુ બનાવો અપરાધથી બચાવો.. .... હે નાથ ! હું મનથી-વચનથી-કાયાથી સર્વ પ્રકારે, આત્માના પ્રદેશ પ્રદેશ, પવિત્ર જૈનધર્મનો સ્વીકાર કરું છું. પ્રભો! મારા અપરાધ ક્ષમા કરો ને મારો સ્વીકાર કરો. મુનિ રાજ! જૈનધર્મના પ્રતાપે તારું કલ્યાણ થાઓ.... ધર્મની વૃદ્ધિ થાઓ.. પરિણામનો પલટો એ જ સાચું પ્રાયશ્ચિત છે. રાજન્ ! તમારા ધનભાવ્ય છે કે આવા પરમ પાવન જૈનધર્મની પ્રાપ્તિ થઈ. હવે સર્વ પ્રકારે તેની આરાધના અને પ્રભાવના કરજો. શ્રેણીકઃ પ્રભો, આપે મારે ઉદ્ધાર કર્યો છે; આજે મારો નવો અવતાર થયો છે. નાથ! હવે મારા આખાય રાજ્યમાં જૈનધર્મનો જ ઝંડો ફરકશે ઠેર ઠેર જિનમંદિરો થશે, મારા પ્યારા જૈનધર્મને છોડીને બીજા કોઈ ધર્મનો હું સ્વપ્ન પણ આદર નહિ કરું! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૮] ચેલણાઃ (હર્ષથી) પ્રભો! આજ અમારા આનંદનો પાર નથી. આપના પ્રતાપે જૈનધર્મનો જય થયો છે. પ્રભો ! મને એ જાણવાની આકાંક્ષા થાય છે કે શ્રેણીક મહારાજાની મુક્તિ કયારે થશે? મુનિરાજ: તે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછયો; બેન! સાંભળ! થોડા જ વખત પછી આ રાજગૃહી નગરીમાં ત્રિલોકીનાથ મહાવીર ભગવાન પધારશે; તે વખતે પ્રભુજીના ચરણકમળમાં શ્રેણીક મહારાજ ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ કરશે; એટલું જ નહિ પરંતુ તીર્થકર ભગવાનના ચરણકમળમાં તેમને તીર્થકરનામકર્મ બંધાશે, અને આવતી ચોવીસીમાં આ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થકર થઈને મોક્ષ પામશે. ચેલણાઃ અહો નાથ ! આપના શ્રીમુખે મંગળ વાત જાણીને અમારો આત્મા હર્ષથી નાચી ઊઠે છે; અહો, એ ભાવી તીર્થકરને અમારા નમસ્કાર હો... શ્રેણીકઃ ધન્ય પ્રભો ! આપના શ્રીમુખે મારા મોક્ષની વાત સાંભળીને મારો આત્મા આનંદથી ઊછળી જાય છે; પ્રભો ! જાણે અત્યારે જ મારા હાથમાં મોક્ષ આવી ગયો હોય-એવો મને આનંદ થાય છે. અભયઃ માતા ! અંતે આપની ભાવના સફળ થઈ, અને જૈનધર્મનો જય થયો–તેથી મને પણ અપાર આનંદ થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૯ ] [દીવાનજી આવે છે. ] ચેલણાઃ લ્યો, આ દીવાનજી પણ કાંઈક મંગલ સમાચાર લઈને આવ્યા! દીવાનજી: માતા આપની આજ્ઞા પ્રમાણે ભવ્ય જિનમંદિર તૈયાર થઈ ગયું છે. આપણા રાજ્યમાં જેટલા મંદિરો છે તે બધાયમાં આ જિનમંદિર સૌથી ઉત્તમ છે... તેને બાંધવામાં સવા કરોડ સોનામહોરનું ખર્ચ થયું છે; હવે તેના પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરવાની છે. શ્રેણીક: દીવાનજી! આજથી જ મહોત્સવની તૈયારી કરો, આખી નગરી ને શણગારો, અને જિનમંદિર ઉપર સોનાના કળશ ચઢાવો... જિનમંદિરમાં મહાવીર ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ એવી ધામધુમથી થવો જોઈએ કે આખી નગરી જૈનધર્મની જાહોજલાલીથી ગાજી ઊઠે. રાજ્યભંડારમાં જેટલી મિલકત હોય તે બધી આ મહોત્સવમાં ખરચી નાંખવાની મારી ભાવના છે; વળી આપણા કેવા ધનભાગ્ય છે કે પંચકલ્યાણક મહોત્સવના ઉત્તમ પ્રસંગે આપણા આંગણે મુનિરાજ પણ બિરાજી રહ્યા છે. ચેલણાઃ મહારાજ! ધન્ય આપની ભાવના! ચાલો આપણે પણ મહોત્સવની તૈયારી કરીએ. અભયઃ ઊભા રહો, આપણે પૂજન કરી લઈએ.... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૦ ] (બધા સાથે હાથમાં અર્ઘ લઈને) સન્માર્ગદર્શી બોધિદાતા કૃપા અતિ વરસાવતા, આશ્રય અને કરુણા થકી અમ રંકને ઉદ્ધારતા; વિમલ જ્ઞાની શાંતમૂર્તિ દિવ્યગુણે દીપતા, જિનરાજજી તુમ ચરણમાં દીનભાવથી હો વંદના; ગુરુરાજજી તુમ ચરણમાં દીનભાવથી હો વંદના. શ્રેણીક: ૐ હ્રીં શ્રી વીતરાગી મુનિરાજ ચરણકમળપૂજનાર્થે અ નિર્વપામીતિ સ્વાહા. ચેલણા: ૐ હ્રીં શ્રી ભૂત-વર્તમાન-ભાવી સમસ્ત તીર્થંકરદેવાય ચરણકમલપૂજનાર્થે અર્થ નિર્વપામીતિ સ્વાહા. ચેલણા: બોલો..... શ્રી યશોધર મુનિરાજ કી જય હો.... શ્રેણીક: બોલો.... પવિત્ર જૈનધર્મકી જય હો.... [ પડદો ] [અહીં બીજું દશ્ય શરૂ થાય ત્યાં સુધી વચલા ટાઈમમાં પડદામાંથી જ કાવ્ય શરૂ કરી દેવું. ] [પ્રવેશ છઠ્ઠો ] શ્રેણીકદ્વા૨ા જૈનધર્મની જાહેરાત અને મહાવી૨-વધાઈ [રાજસભામાં શ્રેણીકરાજા ઊભા થઈને જાહેરાત કરે છે: ] શ્રેણીક: બુદ્ધિમાન સભાજનો! આજે હું એક નવીન વાત જાહેર કરું છું. તમે સૌ જાણો છો કે હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૧ ] અત્યાર સુધી બૌદ્ધધર્મનો અનુયાયી હતો પરંતુ આ મહારાણી ચેલણાના પ્રતાપે હવે મને સત્ય વસ્તુસ્વરૂપની ઓળખાણ થઈ છે અને પરમ પાવન જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે; શ્રી જિનેન્દ્ર ભગવાનનું શાસન જ આ સંસારમાં શરણભૂત છે. અત્યાર સુધી અજ્ઞાનપણે મેં આવા પવિત્ર જૈનધર્મનો અનાદર કર્યો તેનો મને ઘણો પશ્ચાતાપ થાય છે. હવે મેં બૌદ્ધધર્મ છોડીને જૈનધર્મનો સ્વીકાર કર્યો છે. સર્વજ્ઞ ભગવાન જિનેન્દ્રદેવ જ મારા ઈષ્ટદેવ છે, વીતરાગી નિગ્રંથ મુનિરાજ મારા ગુરુ છે. હવેથી રાજધર્મ તરીકે પણ જૈનધર્મ જ રહેશે અને મારા રાજમહેલ ઉ૫૨ પણ જૈન ઝંડો ફરકશે... [ઝંડો હાથમાં લઈને ઊંચો કરે છેઃ પુષ્પવૃષ્ટિ થાય છે, વાજાં વાગે છે.] સભાજનો: ધન્ય ધન્ય મહારાજ! (બધા એક સાથે હર્ષનાદ) ચેલણા સજ્જન બંધુઓ ! મહારાજા સાહેબે જૈનધર્મના સ્વીકારની જે જાહેરાત કરી તેથી મને અપાર હર્ષ થાય છે. આ જગતમાં કલ્યાણકારી એક જૈનધર્મ જ છે... આ ઘોર સંસારમાં વિદ્વાનોને શરણભૂત એકમાત્ર જૈનધર્મ જ છે. હું ભવ્ય જીવો ! જો તમે આ ભવભ્રમણના દુઃખથી થાકયા હો અને આત્માની મોક્ષદશા પ્રગટ કરવા ચાહતા હો તો આ સર્વજ્ઞપ્રણીત જૈનધર્મના શરણે આવો.... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પર ] દીવાનજી: (ઊભા થઈને) મહારાજા સાહેબે અને મહારાણીજીએ જૈનધર્મ સંબંધી જે જાહેરાત કરી છે તેથી મને અત્યંત આનંદ થાય છે... હવે આ સંસાર સમુદ્રથી છૂટવા માટે હું પણ અત્યંત ઉલ્લાસપૂર્વક જૈનધર્મનો સ્વીકાર કરું છું. આપણા મહારાજા સાહેબે અનેક પ્રકારની કસોટી વડે પરીક્ષા કર્યા પછી જ જૈનધર્મનો સ્વીકાર કર્યો છે, તેથી સર્વે પ્રજાજનો પણ પોતાના આત્મહિતને માટે આ જૈનધર્મનો સ્વીકાર કરો એવી મારી અંત:કરણની ભાવના છે. સૈનિક (૧) : મહારાજ, હું જૈનધર્મનો સ્વીકાર કરું છું. સૈનિક (૨) : હું પણ જૈનધર્મનો સ્વીકાર કરું છું. (બૌદ્ધગુરુઓ આવે છે.) બૌદ્ધઃ (૧) (હાથ જોડીને, ગદ્ગદ ભાવે) મહારાજ! અમને ક્ષમા કરો.... અમે અત્યાર સુધી દંભ કરીને આપને છેતર્યા... અરેરે ! પવિત્ર જૈનધર્મની નિંદા કરીને અમે ઘોર પાપ બાંધ્યું!! રાજન! હવે અમને અમારા પાપનો પશ્ચાતાપ થાય છે. અમારા પાપની ક્ષમા કરો... અમારો ઉદ્ધાર કરો. અમે હવે જૈનધર્મનું શરણ લઈ એ છીએ... [ શ્રેણીકરાજા ચલણા સામું જુએ છે.] ચલણાઃ મહારાજ ! અંતે પણ તેમને સદ્દબુદ્ધિ જાગી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૩] એ તેમનાં સદભાગ્ય છે!! જૈનધર્મ તો પતિતપાવન છે, એના શરણે આવેલા પાપી પ્રાણીનો પણ ઉદ્ધાર થઈ જાય છે. બૌદ્ધ (૨) : દેવી ! અમારા અપરાધ ક્ષમા કરો... અમે ભ્રમણામાં હતા, તેમાંથી આપે જ અમારો ઉદ્ધાર કર્યો છે, આપના પ્રતાપે જ અમને જૈનધર્મનું શરણ મળ્યું છે. કુમાર્ગથી છોડાવીને આપે જ અમને સાચા માર્ગમાં સ્થાપ્યા છે. માતા ! તમારો ઉપકાર કદી નહિ ભૂલીએ... (નગરશેઠ આવે છે.) દીવાનજી: લ્યો ! આ નગરશેઠ પધાર્યા !! શ્રેણીક: પધારો... નગરશેઠ પધારો... નગરશેઠઃ મહારાજ! હું એક મંગલ વધાઈ આપવા આવ્યો છું. ચેલણામાતાના પ્રતાપે આપે જૈનધર્મ અંગીકાર કર્યો તે સમાચારથી આખી નગરીમાં આનંદ છવાઈ ગયો છે...આખી નગરી જૈનધર્મના જયકારથી ગાજી રહી છે... મહારાજ! મને જણાવતાં આનંદ થાય છે કે આખી નગરીમાં સમસ્ત પ્રજાજનો જૈનધર્મ અંગીકાર કરવા તૈયાર થયા છે...આજથી હું અને સમસ્ત પ્રજાજનો જૈનધર્મનો સ્વીકાર કરીએ છીએ... ( હર્ષનો ખળભળાટ ) ચેલણા: અહો ! ધન્ય છે... એકએક પ્રજાજનોને ધન્ય છે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૪] નગરશેઠ : મહારાજ! બીજી વાત એ છે કે સમસ્ત પ્રજાજનોને મહાપવિત્ર જૈનધર્મની પ્રાપ્તિ ચેલણા માતાના પ્રતાપે જ થઈ છે તેથી બધાય પ્રજાજનો તેમનું સન્માન કરીએ છીએ અને તેમને “સમસ્ત પ્રજાજનોના ધર્મમાતા....” તરીકે સ્વીકારીએ છીએ. แ ( હર્ષનાદ ) શ્રેણીક: બરાબર છે શેઠજી! મને અને સમસ્ત પ્રજાજનોને મહારાણીના પ્રતાપે જ જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે... તેથી તમે તેમનું જે સન્માન કર્યું છે તે યોગ્ય જ છે! (દૂરથી અગર પડદામાંથી વાજિંત્રનો નાદ ) (માળી સામેથી દાખલ થાય છે.) ' માળીઃ “ વધાઈ, મહારાજ વધાઈ !!!” નાથ! સર્વેને આનંદ ઊપજે એવી મંગલ વધાઈ લાગ્યો છું. : ત્રિલોકનાથ દેવાધિદેવ ભગવાન શ્રી મહાવી૨ ૫રમાત્મા આપણી નગરીના ઉદ્યાનમાં પધાર્યા છે, મહાસતી ચંદના પણ તેમની સાથે પધાર્યા છે. (શ્રેણીક વગેરે બધા ઊભા થઈ જાય છે.) શ્રેણીક: અહો ! ભગવાન પધાર્યા!! ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય! નમસ્કાર હો ત્રિલોકનાથ ભગવાનને !! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૫ ] (જરાક ચાલીને ગોઠણભેર થઈને ) નમોસ્તુ... નમોસ્તુ... નમોસ્તુ... ચેલણા: અહો, ધન્ય અવતાર! સાક્ષાત્ ભગવાન મારા આંગણે પધાર્યા... મારા હૈડાના હાર પધાર્યા... હૈડાના હાર આવો, ત્રિલોકી નાથ પધારો... ત્રિલોકી નાથ પધારો... સેવકને પાવન કરીને... ભવથી પાર ઉતારો... અભયકુમા૨: અહો, મારા નાથ પધાર્યા!! મને આ સંસારસમુદ્રથી છોડાવીને મોક્ષમાં લઈ જવા માટે મારા નાથ પધાર્યા. ચેલણા: ચાલો મહારાજ! આપણે ભગવાનનાં દર્શન કરવા જઈએ, અને ભગવાનનો દિવ્ય ઉપદેશ ઝીલીને પાવન થઈએ. શ્રેણીક: હા, દેવી ચાલો ! આખી નગરીમાં મંગલભેરી વગડાવો કે સૌ કોઈ ભગવાનનાં દર્શન કરવા માટે આવે... લ્યો માળી! આ તમને વધામણીનું ઈનામ !! [ ડોકમાંથી હાર વગેરે કાઢીને આપે છે.] [હાથમાં પૂજાના થાળ લઈને બધા સાથે ગાતાં ગાતાં જાય છે.] ચાલો, ચાલો, સહુ હળીમળીને આજ... મહાવી૨ વંદન જઈએ. ચાલો, ચાલો, સહુ હળીમળીને આજ... પ્રભુજીના વંદન જઈએ. ગાજે... ગાજે... જિનધર્મના જયકાર વૈભારિગિર પર જઈએ. [ગાતાં ગાતાં જાય છે: ને પડદા પાછળ જઈને ફરી આવે છે રસ્તામા બીજા અનેક માણસો વધી જાય છે.] Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [us] [પડદો ઊંચો થાય છે ને ભગવાન દેખાય છે. ] શ્રેણીક: બોલીયે મહાવીર ભગવાનકી... જય હો... [બધા વંદન કરી બેસે છે. સ્તુતિ કરે છેઃ ] મંગલ સ્વરૂપી દેવ ઉત્તમ હમ શરણ્ય જિનેશજી... તુમ અધમતા૨ણ અધમ મમ લખી મેટ જન્મ કલેશજી સંસ્કૃતિ ભ્રમણત થકીત લખી નિજદાસકી સુન લીજિયે સમ્યક્દરશ વર જ્ઞાન ચારિત પથ વિહારી કીજિયે... ચેલણા: ॐ હીં ભગવાન શ્રી વર્ધમાન જિનેન્દ્રદેવ ચરણકમલપૂજનાર્થે અર્ધું નિર્વપામીતિ સ્વાહા. [થોડીક વા૨ એકદમ શાંતિ છવાઈ જાય છેઃ ] શ્રેણીક: (ઊભા થઈને પૂછે છેઃ) હે પ્રભો! આત્માની મુક્તિનો માર્ગ શું છે? તે કૃપા કરીને સમજાવો! [ પડદામાંથી દિવ્યધ્વનિરૂપે અવાજ આવે છેઃ ] ઓ.... મ્...!! જે જાણતો અ૨હંતને ગુણ-દ્રવ્ય ને પર્યપણે; તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. અહો જીવો ! દ્રવ્યથી-ગુણથી ને પર્યાયથી અરિહંત ભગવાનના સ્વરૂપને જે જાણે છે તે જીવ પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે ને તેનો મોહ જરૂર ક્ષય પામે છે. હે જીવો! તમારો આત્મા પણ અરિહંત ભગવાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ૭] જેવો જ છે, જેવો અરિહંત ભગવાનનો સ્વભાવ છે તેવો જ તમારો સ્વભાવ છે. તે સ્વભાવસામર્થ્યને તમે ઓળખો. તેની પ્રતીત કરો. તેનું જ્ઞાન કરો... ને તેમાં એકાગ્રતા કરો. આ જ મુક્તિનો માર્ગ છે. બધાય અરિહંત ભગવંતો આવા જ માર્ગને સેવીને મુક્તિ પામ્યા છે, ને જગતને પણ આવો મુક્તિનો માર્ગ ઉપદેશ્યો છે ! હે જીવો ! તમે પણ પુરુષાર્થ વડે એ માર્ગનું સેવન કરો... શ્રેણીક : અહો! પ્રભો! આપનો દિવ્ય ઉપદેશ સાંભળીને અમે પાવન થઈ ગયા, અમારું જીવન સફળ થયું. અભય : પ્રભો! આ સંસારસમુદ્રમાંથી મારી મુક્તિ કયારે થશે? (ધ્વનિ) હે ભવ્ય! તમે અત્યંત નિકટભવ્ય છો.. આ ભવમાં જ તમારી મુક્તિ થશે.. અભયઃ પ્રભો ! મારા પિતાજીની મુક્તિ કયારે થશે? (ધ્વનિ) શ્રેણીક મહારાજાને ક્ષાયિક સમ્યકત્વ થયું છે... ને હમણાં જ તીર્થંકરનામકર્મ બંધાયું છેએક ભવ પછી તેઓ તીર્થકર થઈને મોક્ષ પધારશે. ચેલણાઃ અહો, ધન્ય ધન્ય ભાવી તીર્થકર કી જય હો... (બધા ઊભા થઈને જાય છે. પડદો પડે છે.) (પડદો) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવેશ સાતમો] ચેલણાદેવી અને અભયકુમારનો વૈરાગ્ય | [ શ્રેણીક રાજા બેઠા છે; ત્યાં અભયકુમાર આવે છે. ] અભયકુમાર: પિતાજી! ભગવાનના દિવ્યધ્વનિમાં જ્યારથી મેં સાંભળ્યું છે કે હું આ જ ભવમાં મોક્ષગામી છું.... ત્યારથી મારું મન આ સંસાર ઉપરથી ઊઠી ગયું છે... હવે આ સંસાર સ્વપ્ન પણ જોઈતો નથી... બહારના ભાવ અનંતવાર કર્યા. હવે અમારું પરિણમન અંદર ઢળે છે. હવે તો મુનિ થઈને અમે અમારા આત્માના અતીન્દ્રિય આનંદનો ભોગવટો કરશું!! પિતાજી! મને રજા આપો !! શ્રેણીક : અરે કુમાર !! આવી નાની ઉંમરમાં શું તમે દીક્ષા લેશો? તમારા વિના આ રાજ્યનો વહીવટ કોણ સંભાળશે... બેટા ! હમાણાં તો મારી સાથે રાજ્ય ભોગવો. પછી દીક્ષા લેજો.. અભયઃ નહિ, નહિ, પિતાજી! ચૈતન્યના આનંદ સિવાય હવે બીજે કયાંય અમારું મન એક ક્ષણ પણ લાગવાનું નથી... હવે તો ક્ષણના પણ વિલંબ વગર આજે જ હું ચારિત્રદશાને અંગીકારકરીશ... શ્રેણીક અહો, ધન્ય છે પુત્ર, તારા વૈરાગ્યને અને તારી દઢતાને.. ભાઈ ! તારા વૈરાગ્યને હું નહિ રોકું... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૯] તારી ચેલામાતા રજા આપે તો ખુશીથી જાઓ અને આત્માનું પૂર્ણ હિત સાધો... અભયઃ હા પિતાજી! હું તેમની પાસે જ આજ્ઞા લેવા જાઉં છું ! [ અભયકુમાર જાય છે; પડદો પડે છે.] [દશ્ય બદલાય છે; ચલણાદેવી બેઠા છે; સ્વાધ્યાય કરે છે.] મિથ્યાત્વ આદિકભાવ રે! ચિરકાળ ભાવ્યા છે જીવે ! સમ્યકત્વ આદિક ભાવ રે.. ભાવ્યા નથી પૂર્વે જીવે !! અહો, રત્નત્રયની આરાધના કરીને હું આ ભવસમુદ્રથી છૂટું-એવો ધન્ય અવસર કયારે આવશે !! [ અભયકુમાર આવે છે.] અભયઃ માતા !! આપના જેવી આત્મહિતની માર્ગદર્શક માતા મને મળી.. તે મારા ધનભાગ્ય છે. હું માતા! તું મારી છેલ્લી માતા છો. હવે આ સંસારમાં હું બીજી માતા કરવાનો નથી. સંસારમાં ડુબેલા આત્માનો હવે મારે ઉદ્ધાર કરવો છે. હું માતા ! આજે જ ચરિત્રદશા અંગીકાર કરીને હું સમસ્ત મોહનો નાશ કરીશ ને કેવળજ્ઞાન પ્રગટ કરીશ, માટે હે માતા! મને આજ્ઞા આપો ! ચલણાઃ અહો! પુત્ર! ધન્ય છે તારી ભાવનાને !! જા, ભાઈ ખુશીથી જા અને પવિત્ર રત્નત્રયધર્મની આરાધના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૦] કરીને અપ્રતિતપણે કેવળજ્ઞાન પામ!! પુત્ર! હું પણ તારી સાથે જ દીક્ષા લઈશ. હવે આ ભવભ્રમણથી બસ થાવ... હવે તો આ સ્ત્રીપર્યાયનો છેદ કરીને હું પણ અલ્પકાળમાં કેવળજ્ઞાન પામીશ. અભયઃ અહો... માતા ! આપના વૈરાગ્યને ધન્ય છે. ચાલો, આપણે દીક્ષા લેવા માટે ભગવાનના સમવસરણમાં જઈએ. (બને ગાતાં ગાતાં ભાવના કરે છે–). ચાલો આજ જઈએ શ્રી વીર જિન ચરણમાં; બની સંયમી રહીએ નિજ ધ્યાનમાં...ચાલો. રાજગૃહી નગરે શ્રી વીરજિન બિરાજે, સમવસરણ માંહી સોહે..ચાલો. 3ૐ ધ્વનિના નાદ સુણીયે નિણંદના, રહીએ મુની-સંતના ચરણમાં...ચાલો. છોડી સંગ આજ દીક્ષિત બનીએ, રાજપાટ સંગ છોડી સંગે રહીએ, વનજંગલમાં વિચારીએ...ચાલો. [છેલ્લી કડી ગાતાં ગાતાં બન્ને જાય છે.... પડદો પડે છે... નાટક પૂર્ણ થાય છે.] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૧]. આ સંવાદ દ્વારા જૈનધર્મના પ્રભાવનો આદર્શ લઈને ભારતમાં ઘેર ઘેર ચેલણા જેવી આદર્શમાતાઓ બનો. ઘેર ઘેર અભયકુમાર જેવા વૈરાગી બાળકો જાગો. અને ઘેર ઘેર જૈનધર્મનો પ્રભાવ ફેલાવ. જૈનશાસન સર્વત્ર જયવંત વર્તો. બોલો, શ્રી મહાવીર ભગવાનકી... જય હો. બોલો, ભાવી તીર્થકર ભગવાનકી જય હો. બોલો, જૈનધર્મપ્રભાવક સર્વે સન્તોનો જય હો. ने जयनासनम - ભગવાન મહા" રક મહાવીર ૨પ ૫૦૦ મોતિવ Reત્સવ સગવડ પાઉઝ પુત રચના | | | * સંસ્થપન . ચેલણારાણીના પુત્ર વારિષણકુમારની પણ નાનકડી કથા વાંચો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વૈરાગી વારિણકુમાર ધન્ય તે વૈરાગી વારિણકુમાર ! શ્રેણીક જેના પિતા, ને ચેલણા જેની માતા. એ વૈરાગી રાજકુમારને આત્માનું ભાન હતું અને ઘણીવાર સ્મશાનમાં જઈને આત્માનું ધ્યાન ધરતા; એકવાર સ્મશાનમાં જઈને તેઓ આત્મધ્યાન કરતા હતા, એવામાં એક ઘટના બની. રાજગૃહીના એક શેઠને ત્યાંથી એક કિંમતી હાર ચોરાઈ ગયો. ચારે કોર સિપાઈઓની દોડધામ મચી ગઈ, કેટલાક હાર શોધતાં શોધતાં ત્યાં આવ્યા-કે જ્યાં વારિણકુમાર ધ્યાનમાં ઊભા છે! પગ પાસે ઝગમગાટ થઈ રહ્યો છે. અરે, આ તો શેઠને ત્યાંથી ચોરાયેલો હાર! સૈનિક તો એ જોતાં જ દિંગ થઈ ગયો. અરે, શેઠને ત્યાંથી ચોરાયેલો હાર આ વારિષણ પાસે કયાંથી? નક્કી એની દાનત બગડી લાગે છે! ને હાર ચોરીને ધ્યાનનો ઢોંગ કરે છે ! સિપાઈઓએ તો હાર રાજકુમાર પાસે હોવાના સમાચાર રાજાને આપ્યા. રાજકુમારને જ ચોર સમજીને શિરચ્છેદની સજા થઈ... રાજકુમાર તો મૌન છે, શાંત છે, કાંઈ બોલતા પણ નથી; એણે તો મનમાં પ્રતિજ્ઞા કરી લીધી છે કે આ ઉપસર્ગ દૂર થતાં જ રાજપાટ છોડીને મુનિદીક્ષા ગ્રહણ કરવી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૩] રાજાની આજ્ઞા અનુસાર ચાંડાલે વારિપેણ ઉપર તલવાર ચલાવી. પરંતુ આ શુ? -આશ્વર્ય! તલવારને બદલે પુષ્પની માળા બનીને વારિષણના ગળામાં પડી. એ દિવસે વારિષણને પૌષધવ્રત હતું. તેના પુણ્યપ્રભાવથી તલવાર પણ પુષ્પમાળ બની ગઈ. વારિણકુમારનો એ પ્રભાવ સાંભળતાં જ ત્યાં શ્રેણીકરાજા આવ્યા, ને પોતાની ભૂલ માટે કુમારની ક્ષમા માંગી. આ વખતે વિધુતચોર કે જેણે હાર ચોરીને, બચવા માટે વારિષણના પગ પાસે ફેંકી દીધો હતો, ને ત્યાં છૂપાઈને આ બધું જોતો હતો, તે તરત ત્યાં આવ્યો ને શ્રેણીક પાસે અભયવચન માંગીને કહ્યું કે હે મહારાજ ! એ હાર મેં ચોર્યો હતો; કુંવર તો નિર્દોષ છે. મેં સિપાઈઓથી બચવા માટે જ તે હાર ત્યાં ફેંકયો હતો. ધન્ય છે વારિષણ કુમારના વૈરાગ્યને! ઘોર ઉપસર્ગ થવા છતાં તેઓ પોતાની ઉત્તમ ભાવનાથી ડગતા નથી. રાજાએ કુંવર વારિષણને રાજમહેલે આવવા કહ્યું; પરંતુ કુંવરે કહ્યું: પિતાજી! હવે આ સંસારથી બસ થાઓ. હવે તો જિનદીક્ષા અંગીકાર કરીને મુનિ થવાની મેં પ્રતિજ્ઞા કરી છે, માટે મને આજ્ઞા આપો. એ પ્રમાણે કહીને તે ચાલ્યા ગયા, ને મુનિરાજ પાસે જઈને દીક્ષા ધારણ કરી લીધી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૪] શ્રેણીકરાજાના મંત્રીનો પુત્ર જેનું નામ પુષ્પડાલ, તે વારિપેણનો મિત્ર હતો. એકવાર તેને ત્યાં વારિષણ મુનિરાજના આહારદાનનો પ્રસંગ બન્યો. આહારદાન પછી પુષ્પડાલ દૂરદૂર સુધી મુનિરાજની પાછળ ગયો વારિષણ કુમારે તેને ઉપદેશ આપીને પ્રતિબોધ પમાડયો કે હે ભાઈ ! આ ગૃહવાસ નિંદનીય છે, અનેકવિધ પાપથી ભરેલ છે, ને દુઃખમય છે, માટે તેને તું છોડ.... ને પરમ સુખરૂપ એવી ચારિત્રદશાને અંગીકાર કર. આ ઉપદેશ સાંભળીને પુષ્પાલને પણ કંઈક વૈરાગ્ય જાગ્યો ને તેણે દીક્ષા લઈ લીધી. દીક્ષા પછી બન્ને મુનિરાજે બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરી; ને ફરી રાજગૃહીમાં વર્લૅમાન સ્વામીના સમવસરણમાં આવ્યા. અહીં મોહવશ પુષ્પડાલનું મન રાગથી ચલિત થયું... ને તે ભોગોની આકાંક્ષા કરવા લાગ્યો. વારિષણમુનિ તેના ભાવો સમજી ગયા ને યુક્તિપૂર્વક ફરીથી તીવ્ર વૈરાગ્યનો ઉપદેશ આપીને પરમ સંવેગ ઉપજાવી તેને ધર્મમાં સ્થિર કર્યો. આથી સ્થિતિકરણ અંગમાં વારિણમુનિરાજનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. (તે સમ્યકત્વકથા” પુસ્તકમાં વાંચશો.) અંતે, રત્નત્રયથી વિભૂષિત તે બન્ને મુનિવરો આરાધના પૂર્વક સ્વર્ગમાં સીધાવ્યા.. ને અનુક્રમે મોક્ષ પામશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( જૈન બાળકોનું ધર્મગીત) ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે, પ્યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે. ૧ ઋષભ થયા વીર થયા, ધર્મ મારો રે, બલવાન બાહુબલી સેવે ધર્મ મારો રે. ૨ ભરત થયા, રામ થયા, ધર્મ મારો રે, કુન્દ-કહાન જેવા સંત થયા ધર્મ મારો રે. ૩ સીતા-ચંદના –અંજના થયા ધર્મ મારો રે, બ્રાહ્મી-રાજુલ-માત શોભાવે ધર્મ મારો રે. ૪ સિહ સેવે, વાઘ સેવે ધર્મ મારો રે, હાથી, વાનર, સર્પ સેવે ધર્મ મારો રે. ૫ આતમાનું જ્ઞાન આપે ધર્મ મારો રે, રત્નત્રયનાં દાન આપે ધર્મ મારો રે. ૬ સમકિત જેનું મૂળ છે એ ધર્મ મારો રે, મને સુખ આપે મોક્ષ આપે ધર્મ મારો રે. ૭ ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે, પ્યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે. ૮ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન બાળપ્રકાશન * રત્નસંગ્રહ: 1, 2 * સમ્યકત્વકથા * બે સખી * અકલંક-નિકલંક * પંચપરમાગમની પ્રસાદી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com