________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૧ ]
ચેલણા: ભાઈ, ચાલ ! આપણે અત્યારે ને અત્યારે જંગલમાં જઈને મુનિરાજ ઉપરના ઉપસર્ગને દૂર કરીએ.
શ્રેણીક: દેવી! તમે શોક ન કરો. તમારા ગુરુ તો કયારનાય સર્પને દૂર ફેંકીને ચાલ્યા ગયા હશે.
ચેલણાઃ નહિ, નહિ, રાજન! એ તો તમારી ભ્રમણા છે. ગમે તેવો ભયંકર ઉપદ્રવ થાય તોપણ અમારા જૈનમુનિઓ ધ્યાનથી ચલાયમાન થતા નથી... જો એ સાચા મુનિરાજ હશે તો આજ ત્રણ-ત્રણ દિવસ સુધી પણ એ મુનિરાજ એમ ને એમ જ બિરાજતા હશે તેઓ ચૈતન્યના ધ્યાનમાં અચલ મેરુસમાન બેઠા હશે.
અભયઃ માતા ! માતા! હવે જલદી ચાલો! આપણા ગુરુનું શું થયું હશે! અરે! એ ઉપશાંત વીતરાગમૂર્તિ મુનિરાજને આપણે કયારે દેખીશું ?
ચેલણા: ચાલો પુત્ર! અત્યારે ને અત્યારે જ આપણે તેમની પાસે જઈએ... અને તેમનો ઉપસર્ગ દૂર કરીએ...
(ચાલવા માંડે છે. )
શ્રેણીક: અરે! આવી રાતના વખતે તમે જંગલમાં કયાં જશો ? આપણે સવારે જઈને તપાસ કરશું, હું પણ તમારી સાથે આવીશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com