________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૨]. ચેલણાઃ નહિ રાજ! અમારાથી એક ક્ષણ પણ રહેવાતુ નથી.
અરેરે! તમે ભારે અનર્થ કર્યો!! અમારા ગુરુ ઉપર ઉપસર્ગ આવ્યો છે તે વખતે અમારાથી એક ક્ષણ પણ અહીં રહી શકાતું નથી. મહારાજ અત્યારે ને અત્યારે અમે જંગલમાં જઈશું, ને ગમે ત્યાંથી મુનિરાજને શોધીને તેમનો ઉપસર્ગ દૂર કરીશું. મુનિરાજ ઉપરનો ઉપસર્ગ દૂર ન થાય ત્યાં સુધી અમને ચેન પડવાનું નથી... અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે જ્યાં સુધી અમને એ મુનિરાજના દર્શન ન થાય અને તેમનો ઉપસર્ગ દૂર ન થાય ત્યાં સુધી સર્વ પ્રકારના અન્ન-પાણીનો અમારે ત્યાગ છે!
(ચાલવા માંડે છે.) શ્રેણીક ઊભા રહો દેવી ! હું પણ તમારી સાથે આવું, ને તમને
મુનિરાજનું સ્થાન બતાવું! અભયઃ બહુ સારું પિતાજી! ચાલો. [ બધા જાય છે.... અંદર જઈને બીજી બાજુથી મુનિરાજને શોધતા
શોધતા બહાર આવે છે.]
[ પડદો]
[ પ્રવેશ પાંચમો] ઉપસર્ગનિવારણ અને શ્રેણીક દ્વારા જૈનધર્મનો સ્વીકાર.
[ પહેલાં અંધારું પછી ઝાંખો પ્રકાશ, મુનિરાજ દેખાય છે. ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com