________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૩] જૈનધર્મના ભક્તને જગતની કોઈ લાલચ કે જગતની કોઈ પ્રતિકૂળતા ધર્મથી ડગાવી શકતી નથી. વીતરાગી જૈનધર્મના ભક્ત સમયગ્દષ્ટિ જીવ એવા નિ:શંક અને નિર્ભય હોય છે કે, ત્રણલોક ખળભળી જાય એવો ભયંકર વજપાત થાય તો પણ તેઓ પોતાના સ્વભાવથી
ટ્યુત થતા નથી. બૌદ્ધ (૨) : સાંભળી લ્યો, મહારાણીજી! તમારે ક્ષણિકવાદ
અંગીકાર કરવો જ પડશે. નહિતર અમે મહારાજાના કાન ભંભેરશું અને તમારે અપમાનિત થઈને આ રાજપાટ પણ છોડવા પડશે; માટે હજી પણ માની
જાઓ, અને બૌદ્ધધર્મ સ્વીકારી લ્યો. ચેલણાઃ અરે, મારા વહાલા જૈનધર્મ પાસે જગતના કોઈ માન
અપમાનની મને દરકાર નથી. લાખ-લાખ પ્રતિકૂળતાનો ભય આપીને પણ તમે મને મારા ધર્મથી નહિ ડગાવી શકો... અમારા ધર્મમાં અમે નિ:શંક છીએ, ને જગતથી
અને નિર્ભય છીએ. સાંભળો“ સમ્યકત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય અને,
છે સસ ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિ:શંક છે.” અભયકુમાર: વળી સાંભળો
છોને વિવિધવ્યાધિઓ શરીરમાં આવી ઘર કરીને રહે, છોને મળેલી રાજસંપદા આ ક્ષણે છૂટી પડે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com