________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૪]
છોને સગાંસંબંધી-પ્રિય મિત્ર નયને ના પડે, છો વે૨ીઓ ઘેરી વળે... બ્રહ્માંડ આખું ગડગડે ! –જગતની ગમે તેટલી પ્રતિકૂળતા આવી પડે તોપણ અમે અમારા જૈનધર્મથી પંચમાત્ર ડગવાના નથી, તો તમારા જેવાની શું તાકાત છે કે તમે અમને ડગાવી શકો?
બૌદ્ધ (૧) : મહારાણીજી! ભલે અંતરમાં આપ જૈનધર્મની શ્રદ્ધા રાખજો... પણ બહારમાં બૌદ્ધધર્મ સ્વીકારીને અમને સહકાર આપો... જેથી અમે બૌદ્ધધર્મનો પ્રચાર કરી શકીએ...
ચેલણાઃ અરે મહારાજ! હવે તમારી વાત બંધ કરો. જૈનધર્મ છોડવા બાબતમાં હવે શબ્દ પણ ઉચ્ચારશો નહિ. હવે તો તમારે તમારો ક્ષણિકવાદ છોડીને, સ્યાદવાદના શરણે આવવું પડશે. અત્યાર સુધી તો તમારી વાત ચાલી, પરંતુ હવે અમારા રાજમાં તે નહિ ચાલે...
બૌદ્ધ (૨) : અરે ચલણા! અમારા બૌદ્ધગુરુઓ તો સર્વજ્ઞ છે. તેનું તમે અપમાન કરી રહ્યા છો...
અભયઃ ઠીક મહારાજ! તમે કેવા સર્વજ્ઞ છો તે તો હમણાં જ ખબર પડશે! હવે ચર્ચા બંધ કરીને આપ શાંતિથી સીધાવો.
બૌદ્ધ (૧) : ઠીક ભાઈ ! અત્યારે તો જઈએ છીએ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com