________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૧ ]
અત્યાર સુધી બૌદ્ધધર્મનો અનુયાયી હતો પરંતુ આ મહારાણી ચેલણાના પ્રતાપે હવે મને સત્ય વસ્તુસ્વરૂપની ઓળખાણ થઈ છે અને પરમ પાવન જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે; શ્રી જિનેન્દ્ર ભગવાનનું શાસન જ આ સંસારમાં શરણભૂત છે. અત્યાર સુધી અજ્ઞાનપણે મેં આવા પવિત્ર જૈનધર્મનો અનાદર કર્યો તેનો મને ઘણો પશ્ચાતાપ થાય છે. હવે મેં બૌદ્ધધર્મ છોડીને જૈનધર્મનો સ્વીકાર કર્યો છે. સર્વજ્ઞ ભગવાન જિનેન્દ્રદેવ જ મારા ઈષ્ટદેવ છે, વીતરાગી નિગ્રંથ મુનિરાજ મારા ગુરુ છે. હવેથી રાજધર્મ તરીકે પણ જૈનધર્મ જ રહેશે અને મારા રાજમહેલ ઉ૫૨ પણ જૈન ઝંડો ફરકશે...
[ઝંડો હાથમાં લઈને ઊંચો કરે છેઃ પુષ્પવૃષ્ટિ થાય છે, વાજાં વાગે છે.] સભાજનો: ધન્ય ધન્ય મહારાજ! (બધા એક સાથે હર્ષનાદ) ચેલણા સજ્જન બંધુઓ ! મહારાજા સાહેબે જૈનધર્મના સ્વીકારની જે જાહેરાત કરી તેથી મને અપાર હર્ષ થાય છે. આ જગતમાં કલ્યાણકારી એક જૈનધર્મ જ છે... આ ઘોર સંસારમાં વિદ્વાનોને શરણભૂત એકમાત્ર જૈનધર્મ જ છે. હું ભવ્ય જીવો ! જો તમે આ ભવભ્રમણના દુઃખથી થાકયા હો અને આત્માની મોક્ષદશા પ્રગટ કરવા ચાહતા હો તો આ સર્વજ્ઞપ્રણીત જૈનધર્મના શરણે આવો....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com