________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૭] જેવો જ છે, જેવો અરિહંત ભગવાનનો સ્વભાવ છે તેવો જ તમારો સ્વભાવ છે. તે સ્વભાવસામર્થ્યને તમે ઓળખો. તેની પ્રતીત કરો. તેનું જ્ઞાન કરો... ને તેમાં એકાગ્રતા કરો. આ જ મુક્તિનો માર્ગ છે. બધાય અરિહંત ભગવંતો આવા જ માર્ગને સેવીને મુક્તિ પામ્યા છે, ને જગતને પણ આવો મુક્તિનો માર્ગ ઉપદેશ્યો છે ! હે જીવો ! તમે પણ પુરુષાર્થ વડે એ માર્ગનું
સેવન કરો... શ્રેણીક : અહો! પ્રભો! આપનો દિવ્ય ઉપદેશ સાંભળીને અમે
પાવન થઈ ગયા, અમારું જીવન સફળ થયું. અભય : પ્રભો! આ સંસારસમુદ્રમાંથી મારી મુક્તિ કયારે થશે? (ધ્વનિ) હે ભવ્ય! તમે અત્યંત નિકટભવ્ય છો.. આ ભવમાં જ
તમારી મુક્તિ થશે.. અભયઃ પ્રભો ! મારા પિતાજીની મુક્તિ કયારે થશે? (ધ્વનિ) શ્રેણીક મહારાજાને ક્ષાયિક સમ્યકત્વ થયું છે... ને
હમણાં જ તીર્થંકરનામકર્મ બંધાયું છેએક ભવ પછી
તેઓ તીર્થકર થઈને મોક્ષ પધારશે. ચેલણાઃ અહો, ધન્ય ધન્ય ભાવી તીર્થકર કી જય હો... (બધા ઊભા થઈને જાય છે. પડદો પડે છે.)
(પડદો)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com