________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૯ ]
છે, ત્યારે આપણા આ રાજ્યમાં તો ઠેર ઠેર બૌદ્ધ ધર્મનું જોર !
ચેલણાઃ હા ભાઈ ! એટલે જ મને અહીં નથી ગમતું હે નાથ ! जिनधर्मविनिर्मुक्तो मा भवत्चक्रवर्त्यपि। स्यात् चेटोपि दरिद्रोपि जिनधर्मानुवासितः।। અભયઃ એનો અર્થ શું છે માતા!
ચેલણા: સાંભળ ભાઈ! જૈનધર્મ વગરનું તો ચક્રવર્તીપદ પણ વહાલું નથી. એવા ચક્રવર્તીપદ કરતાં તો એ દરિદ્રસેવકપણું લાખવાર ઈષ્ટ છે કે જ્યાં જૈનધર્મનો વાસ છે.
અભય: સાચી વાત છે, માતા ! જૈનધર્મ સિવાય બીજું કોઈ શરણ નથી.
ચેલણાઃ પુત્ર, મહારાજા પોતે પણ બૌદ્ધધર્મના અનુયાયી છે; આ રાજ્યમાં કયાંય જૈનધર્મની મર્યાદા દેખાતી નથી. હૈ માતા ! હૈ પિતા ! તમે બાલપણમાં જિનેન્દ્રભક્તિના અને તત્ત્વજ્ઞાનના જે પવિત્ર સંસ્કાર અમને આપ્યા છે તે જ અત્યારે શરણરૂપ છે.
અભયઃ અરે માતા! તમારા પિતા ચેટક મહારાજા તો જૈનધર્મી સિવાય બીજા કોઈને પોતાની પુત્રી આપતા જ નહિ.
ચેલણાઃ અરેરે ભાઈ ! પિતાજીને તો હજી ખબર પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com