________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭] ચેલણાઃ હા પુત્ર! એમ જ કરીશું. અત્યારે જ તું દીવાનજીને
બોલાવી આવ. અભય: જાઉં છું માતાજી !
[ જઈને દીવાનજી સહિત આવે છે. ] દીવાનજી: નમસ્તે, માતાજી! ચેલણા : આવો દીવાનજી! તમને એક મંગલકાર્ય સોંપવા માટે
બોલાવ્યા છે. દીવાનજી: ફરમાવો માતાજી ! શી આજ્ઞા છે? ચેલણાઃ જુઓ દીવાનજી ! આજ ને આજ એક અત્યંત ભવ્ય
જિનમંદિર બંધાવવાની શરૂઆત કરો, અને તેમાં
| જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવની તૈયારી કરો. દીવાનજી: જેવી આજ્ઞા માતા! મારું ધનભાગ્ય કે આવું
મંગલકાર્ય આપે મને સોંપ્યું. આ કાર્યને માટે કેટલી
સોનામહોર વાપરવાની આપની ઈચ્છા છે? ચેલણાઃ દીવાનજી ! ઓછામાં ઓછી એક કરોડ સોનામહોર તો
જરૂર વાપરજો. એ ઉપરાંત વિશેષ તમને મન ફાવે તેટલું ખર્ચ કરવાની છૂટ છે. જિનમંદિરની શોભામાં કોઈ પણ જાતની ખામી રહેવી ન જોઈએ; અને પ્રતિષ્ઠામહોત્સવ તો એવો ભવ્ય થવો જોઈએ કે આખું નગર જૈનધર્મના જયકારથી ગાજી ઊઠે. આ કાર્યને માટે
રાજ્યના ભંડાર ખુલ્લા છે. દીવાનજી: જેવી આજ્ઞા, માતા !
[ જાય છે] (પડદો પડે છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com