________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૨૧] બાલિકા: ખોટું! તદ્દન ખોટું! દેખો મહારાજ ! મારા હાથમાં
તો કાંઈ જ નથી. શું આવી જ તમારી સર્વજ્ઞતા
છે !! ચેલણાઃ અરે બેટા ! હવે એ ચર્ચા છોડો... તે મને જમવા
બે સાડી દો. અભય: મહારાજ! આપ જમવા પધારો.
[ બૌદ્ધગુરુઓ અંદર જાય છે, થોડીવારે જમીને પાછા આવે છે. ] બૌદ્ધગુરુ (૨) : મહારાણીજી, આજ અહીં આવવાથી અમને બહુ
આનંદ થયો... અને વળી તમારી ધર્મશ્રદ્ધા દેખીને
વિશેષ આનંદ થયો. અભય: અરે, મહારાજ! તમને અહીં ભોજન કરાવ્યું તેથી શું
તમે એમ માનો છો કે હવે મારા માતાજી બૌદ્ધધર્મના
અનુયાયી બની જશે? બૌદ્ધ (૨) : હા, કુંવરજી! જરૂર અમને વિશ્વાસ છે કે હવે
ચલણાદેવી બૌદ્ધધર્મના ભક્ત બની જશે, અને આખા
ભારતમાં બૌદ્ધધર્મના વિજયડંકા વાગી જશે. ચેલણાઃ અરે મહારાજ! તમારી એ વાત સ્વપ્ન પણ
બનવાની નથી. તમારા જેવા લાખ બૌદ્ધસાધુઓ ભેગા થાય તો પણ મને જૈનધર્મથી ડગાવી શકનાર નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com