________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૦] સખી: બેન, તમે કાંઈ યોજના વિચારી છે? ચેલણાઃ હા, સખી. હમણાં બૌદ્ધગુરુઓ આવશે; હું તને નિશાની
કરું ત્યારે તું ગુપચુપ જઈને તે દરેકની એકેક મોજડી
સંતાડી દેજે. સખી: સારૂં માતા ! આ બૌદ્ધગુરુઓ આવ્યા.
[ બાલિકા અને બૌદ્ધગુરુઓ આવે છે. અભયકુમાર પણ
પાછળથી આવે છે. ] સખી: આવો મહારાજ, અહીં બેસો. [ બેસે છે. ] બૌદ્ધ (૧) : તમારા આમંત્રણથી આજ અમને ઘણી પ્રસન્નતા
થઈ છે. આ બાલિકા કોણ છે? અભય એ મારી નાની બહેન છે. બૌદ્ધ (૨) : અચ્છા, બેન! આ ગુરુજીને વંદન તો કરો! બાલિકા: નહિ મહારાજ! મારા જૈનગુરુઓ સિવાય બીજા કોઈને
હું વંદન કરતી નથી. બૌદ્ધ (૨) : અરે, પણ બૌદ્ધગુરુઓ તો સર્વજ્ઞ છે! બાલિકાઃ એમ! શું તમે સર્વજ્ઞ છો ? બૌદ્ધ (૧) : હા અમે બધું જાણીએ છીએ. બાલિકાઃ ઠીક... જો તમે બધું જાણતા હો તો કહી આપો કે મારા
આ હાથમાં શું છે?. બૌદ્ધ (૨) : ( વિચારમાં) બેન! તારા હાથમાં સોનામહોર છે!!
ખરુંને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com