________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૧]. [ બૌદ્ધ ગુરુઓ બેઠા છે, શ્રેણીક આવીને વંદન કરે છે. ] બૌદ્ધ (૧) : કેમ રાજન્ ! શા સમાચાર છે? શ્રેણીકર મહારાજ ! આજ જંગલમાં શિકાર કરવા ગયો હતો, ત્યાં
એક જૈનમુનિને દેખ્યા ! બૌદ્ધ (૧) : એમ! પછી શું થયું? શ્રેણીક પછી તો મેં આપના અપમાનનો બરાબર બદલો લીધો. બૌદ્ધ (૨) : કઈ રીતે? શું તે વાદવિવાદ કરીને તેમને હરાવ્યા? શ્રેણીકા ના મહારાજ! વાદવિવાદમાં જૈનમુનિઓને હરાવવા
સહેલા નથી. મેં તો તેમના ઉપર શિકારી કૂતરા છોડ્યા, પરંતુ કોણ જાણે કેમ, તે કૂતરા શાંત થઈને ત્યાં જ
બેસી ગયા. બૌદ્ધ (૨) : એમ!! પછી શું થયું? શ્રેણીક: મહારાજ ! પછી તો મેં એક મોટો સર્પ લઈને તેમની
ડોકમાં પહેરાવી દીધો. બૌદ્ધ (૧) : અરે રાજન! રાજ! તે આ શું કર્યું? આવું
અયોગ્ય કૃત્ય કરવાનું તને કેમ સૂઝયું? શ્રેણીકઃ મહારાજ! મેં અપમાનનો બદલો લીધો. બૌદ્ધ (૨) : નહિ, શ્રેણીક! આ રીતે બદલો ન લેવાય !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com