________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૬ ] અભયઃ પિતાજી! હવે અંતરના ઉમંગથી જૈનધર્મનો સ્વીકાર કરો
અને સર્વે પાપોનું પ્રાયશ્ચિત કરી લો; મારી ચેલણા
માતાના પ્રતાપે તમને આ ધન્ય અવસર પ્રાપ્ત થયો છે. શ્રેણીકઃ પ્રભો! પ્રભો! મારા અપરાધ ક્ષમા કરો. નાથ ! આ
પાપીનો ઉદ્ધાર કરો. અરેરે ! જૈનધર્મની વિરાધના કરીને મેં ઘોર અપરાધ કર્યો, એ પાપથી હું કયારે છૂટીશ! પ્રભો!... મને.. શરણ આપો... હવે જૈનધર્મનું શરણ ગ્રહણ કરું છું...
મને અરિહંત ભગવાનનું શરણ હો... મને સિદ્ધભગવાનનું શરણ હો... મને જૈન મુનિઓનું શરણ હો.
મને જૈનધર્મનું શરણ હો... પ્રભુ પતિતપાવન મેં અપાવન ચરણ આયો શરણજી, યો બિરદ આપ નિહાર સ્વામી મેટ જામન મરણજી. તુમના ના પીછાન્યો આન માન્યો દેવ વિવિધ પ્રકારજી, યા બુદ્ધિ સેતી નિજ ન જાણ્યો ભ્રમ ગણ્યો હિતકારજી ! ધન ધડી યો ધન દિવસ યોહી ધન જનમ મેરો ભયો, અબ ભાગ્ય મેરો ઉદય આયો દરશ પ્રભુકો લખ લયો. મેં હાથ જોડ નમાય મસ્તક વિનવું તુમ ચરણજી, કરજો ક્ષમા મુજ પાપની ઓ.... સુનો તાર તરનજી !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com