________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૯ ]
[દીવાનજી આવે છે. ]
ચેલણાઃ લ્યો, આ દીવાનજી પણ કાંઈક મંગલ સમાચાર લઈને
આવ્યા!
દીવાનજી: માતા આપની આજ્ઞા પ્રમાણે ભવ્ય જિનમંદિર તૈયાર થઈ ગયું છે. આપણા રાજ્યમાં જેટલા મંદિરો છે તે બધાયમાં આ જિનમંદિર સૌથી ઉત્તમ છે... તેને બાંધવામાં સવા કરોડ સોનામહોરનું ખર્ચ થયું છે; હવે તેના પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરવાની છે.
શ્રેણીક: દીવાનજી! આજથી જ મહોત્સવની તૈયારી કરો, આખી નગરી ને શણગારો, અને જિનમંદિર ઉપર સોનાના કળશ ચઢાવો... જિનમંદિરમાં મહાવીર ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ એવી ધામધુમથી થવો જોઈએ કે આખી નગરી જૈનધર્મની જાહોજલાલીથી ગાજી ઊઠે. રાજ્યભંડારમાં જેટલી મિલકત હોય તે બધી આ મહોત્સવમાં ખરચી નાંખવાની મારી ભાવના છે; વળી આપણા કેવા ધનભાગ્ય છે કે પંચકલ્યાણક મહોત્સવના ઉત્તમ પ્રસંગે આપણા આંગણે મુનિરાજ પણ બિરાજી રહ્યા છે.
ચેલણાઃ મહારાજ! ધન્ય આપની ભાવના! ચાલો આપણે પણ મહોત્સવની તૈયારી કરીએ.
અભયઃ ઊભા રહો, આપણે પૂજન કરી લઈએ....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com