________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૮] ચેલણાઃ (હર્ષથી) પ્રભો! આજ અમારા આનંદનો પાર નથી.
આપના પ્રતાપે જૈનધર્મનો જય થયો છે. પ્રભો ! મને એ જાણવાની આકાંક્ષા થાય છે કે શ્રેણીક મહારાજાની
મુક્તિ કયારે થશે? મુનિરાજ: તે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછયો; બેન! સાંભળ! થોડા જ
વખત પછી આ રાજગૃહી નગરીમાં ત્રિલોકીનાથ મહાવીર ભગવાન પધારશે; તે વખતે પ્રભુજીના ચરણકમળમાં શ્રેણીક મહારાજ ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ કરશે; એટલું જ નહિ પરંતુ તીર્થકર ભગવાનના ચરણકમળમાં તેમને તીર્થકરનામકર્મ બંધાશે, અને આવતી ચોવીસીમાં આ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થકર
થઈને મોક્ષ પામશે. ચેલણાઃ અહો નાથ ! આપના શ્રીમુખે મંગળ વાત જાણીને
અમારો આત્મા હર્ષથી નાચી ઊઠે છે; અહો, એ ભાવી
તીર્થકરને અમારા નમસ્કાર હો... શ્રેણીકઃ ધન્ય પ્રભો ! આપના શ્રીમુખે મારા મોક્ષની વાત
સાંભળીને મારો આત્મા આનંદથી ઊછળી જાય છે; પ્રભો ! જાણે અત્યારે જ મારા હાથમાં મોક્ષ આવી ગયો
હોય-એવો મને આનંદ થાય છે. અભયઃ માતા ! અંતે આપની ભાવના સફળ થઈ, અને
જૈનધર્મનો જય થયો–તેથી મને પણ અપાર આનંદ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com