________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૩] રાજાની આજ્ઞા અનુસાર ચાંડાલે વારિપેણ ઉપર તલવાર ચલાવી. પરંતુ આ શુ? -આશ્વર્ય! તલવારને બદલે પુષ્પની માળા બનીને વારિષણના ગળામાં પડી. એ દિવસે વારિષણને પૌષધવ્રત હતું. તેના પુણ્યપ્રભાવથી તલવાર પણ પુષ્પમાળ બની ગઈ.
વારિણકુમારનો એ પ્રભાવ સાંભળતાં જ ત્યાં શ્રેણીકરાજા આવ્યા, ને પોતાની ભૂલ માટે કુમારની ક્ષમા માંગી.
આ વખતે વિધુતચોર કે જેણે હાર ચોરીને, બચવા માટે વારિષણના પગ પાસે ફેંકી દીધો હતો, ને ત્યાં છૂપાઈને આ બધું જોતો હતો, તે તરત ત્યાં આવ્યો ને શ્રેણીક પાસે અભયવચન માંગીને કહ્યું કે હે મહારાજ ! એ હાર મેં ચોર્યો હતો; કુંવર તો નિર્દોષ છે. મેં સિપાઈઓથી બચવા માટે જ તે હાર ત્યાં ફેંકયો હતો. ધન્ય છે વારિષણ કુમારના વૈરાગ્યને! ઘોર ઉપસર્ગ થવા છતાં તેઓ પોતાની ઉત્તમ ભાવનાથી ડગતા નથી.
રાજાએ કુંવર વારિષણને રાજમહેલે આવવા કહ્યું; પરંતુ કુંવરે કહ્યું: પિતાજી! હવે આ સંસારથી બસ થાઓ. હવે તો જિનદીક્ષા અંગીકાર કરીને મુનિ થવાની મેં પ્રતિજ્ઞા કરી છે, માટે મને આજ્ઞા આપો. એ પ્રમાણે કહીને તે ચાલ્યા ગયા, ને મુનિરાજ પાસે જઈને દીક્ષા ધારણ કરી લીધી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com