Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૦] કરીને અપ્રતિતપણે કેવળજ્ઞાન પામ!! પુત્ર! હું પણ તારી સાથે જ દીક્ષા લઈશ. હવે આ ભવભ્રમણથી બસ થાવ... હવે તો આ સ્ત્રીપર્યાયનો છેદ કરીને હું પણ અલ્પકાળમાં કેવળજ્ઞાન પામીશ. અભયઃ અહો... માતા ! આપના વૈરાગ્યને ધન્ય છે. ચાલો, આપણે દીક્ષા લેવા માટે ભગવાનના સમવસરણમાં જઈએ. (બને ગાતાં ગાતાં ભાવના કરે છે–). ચાલો આજ જઈએ શ્રી વીર જિન ચરણમાં; બની સંયમી રહીએ નિજ ધ્યાનમાં...ચાલો. રાજગૃહી નગરે શ્રી વીરજિન બિરાજે, સમવસરણ માંહી સોહે..ચાલો. 3ૐ ધ્વનિના નાદ સુણીયે નિણંદના, રહીએ મુની-સંતના ચરણમાં...ચાલો. છોડી સંગ આજ દીક્ષિત બનીએ, રાજપાટ સંગ છોડી સંગે રહીએ, વનજંગલમાં વિચારીએ...ચાલો. [છેલ્લી કડી ગાતાં ગાતાં બન્ને જાય છે.... પડદો પડે છે... નાટક પૂર્ણ થાય છે.] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70