________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ર૬] બૌદ્ધ (૧) : એ તો અમે નથી જાણી શકતા! અભય: જુઓ, મહારાજ ! આવી ચૂળ વસ્તુને પણ તમે નથી
જાણી શકતા, તો સર્વજ્ઞ હોવાનો દાવો શા માટે કરો
છો? બૌદ્ધઃ (૨) પણ અમારી મોજડી ગઈ કયાં? અભય: પણ મહારાજ! તમારા જ્ઞાનવર્ડ જાણી લ્યો ને કે મોજડી
કયાં છે? બૌદ્ધ (૧) : જરૂર અમારી મોજડી કોઈએ ગુમ કરી છે. બૌદ્ધ (૨): [ ગદ્ગદ્ થઈને] અરે મહારાણીજી! તમે દગો
કરીને અમારું આવું અપમાન કર્યું !! ચેલણા : નહિ, નહિ, મહારાજ! તમારા અપમાન માટે અમે કંઈ
નથી કર્યું, પરંતુ અમે તો તમારી સર્વજ્ઞતાની પરીક્ષા કરીને તમને બતાવ્યું કે સર્વજ્ઞતાના નામે તમે કેવો ભ્રમ
સેવી રહ્યા છો! અભય: હું, અને હવે તમારા શ્રેણીકભગતને પણ ખબર પડશે
કે એના ગુરુઓ કેવા છે !! બૌદ્ધગુરુ (૨) : અરે, ઘરે બોલાવીને તમે અમારું અપમાન કર્યું,
પરંતુ યાદ રાખજો કે અમે પણ અમારા અપમાનનો બદલો લેશું!
[–ચાલ્યા જાય છે.]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com