________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવેશ ત્રીજો ]
શ્રેણીકદ્વા૨ા મુનિરાજ ઉ૫૨ ઉપસર્ગ
[ શ્રેણીકરાજા બેઠા છે, ત્યાં બૌદ્ધ ગુરુઓ આવે છે. શ્રેણીક ઊભા થઈને પૂછે છે– ]
શ્રેણીક: પધારો મહારાજ ! ભોજન કરી આવ્યા?
બૌદ્ધ: (૨) : હા રાજન્!
શ્રેણીક : મહારાજ! ભોજન પછી આપે ચેલણાને બૌદ્ધધર્મનો કાંઈ ઉપદેશ આપ્યો ?
બૌદ્ધ (૧) : હા, રાજન્! ચેલણા રાણીને બૌદ્ધધર્મ સ્વીકારવા માટે અમે ઘણું ઘણું કહ્યું, ધાક-ધમકીઓ પણ આપી, પરંતુ તે જૈનધર્મની હઠ જરા પણ છોડતી નથી. ત્યાં તો ઊલટું અમારું અપમાન થયું...
શ્રેણીક: શું અપમાન થયું, મહારાજ!
બૌદ્ધ: (૧) : રાજન્ અમારા જ પગની મોજડી ગૂમ કરીને અમને અજ્ઞાની ઠરાવ્યા.
શ્રેણીક: મહારાજ ! તમને તમારી મોજડીની ખબર કેમ ન પડી? બૌદ્ધ (૨) : રાજન્! જમવાના સ્વાદમાં એનો ખ્યાલ ન રહ્યો. અને વળી ચેલણાએ અમારી સર્વજ્ઞતાની પરીક્ષા કરીને અમને ખોટા ઠરાવ્યા... ને ભયંકર અપમાન કરીને કાઢી મૂકયા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com