Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૨] બૌદ્ધ (૧) : હશે, જે થયું તે થઈ ગયું! આ સમાચાર ચેલણારાણીને તરત જણાવી દેજો, એટલે એને પણ ખબર પડે કે બૌદ્ધગુરુઓનું અપમાન કરવું તે સહેલી વાત નથી ! શ્રેણીક: હા મહારાજ ! હું ત્યાં જ જાઉં છું. [ પડદો પડે છે] [ પ્રવેશ ચોથો] અભયકુમાર સાથે ધર્મચર્ચા અને ચેલણાની હૃદયવ્યથા [ચલણારાણી ચિંતામાં બેઠા છે, ત્યાં અભયકુમાર આવે છે.] અભયઃ કેમ માતાજી! શું ચિંતામાં છો? ચેલણા: ભાઈ ! આજ ત્રણ ત્રણ દિવસથી મને ચેન નથી પડતું... મારા હૃદયમાં એવા ભણકારા થાય છે કે જાણે કયાંક જૈનધર્મ ઉપર મહા સંકટ આવ્યું હોય. ને મારે ત્યાં જવાની જરૂર પડી હોય! ભાઈ ! મારા હૃદયમાં કંઈક ઉથલપાથલ થાય છે. અભય: માતા! ચિંતા ન કરો. જૈનધર્મના પ્રતાપે સર્વ મંગળ થશે. જ્યાં આપના જેવા ધર્મવત્સલ સમકિતી બિરાજે છે ત્યાં હવે સર્વ સંકટ ટળીને જરૂર ધર્મની મહાપ્રભાવના થશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70