________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૪] તેમના સમાચાર આવે ત્યાં સુધી આમ સુનમુન બેસી રહેવા કરતાં આપણે કાંઈક ધાર્મિક વાર્તા કરીએ, જેથી
મનમાં પ્રસન્નતા થાય. ચલણાઃ હા પુત્ર! તારી વાત સાચી છે. આવા દુ:ખ સંકટમાં
ધર્મનું જ શરણ છે. અભયઃ માતા ! આપના જેવા ધર્માત્મા ઉપર પણ આવા સંકટ
કેમ આવતા હશે? ચેલણાઃ પુત્ર, પૂર્વે જેણે દેવ-ગુરુ-ધર્મની કાંઈક વિરાધના
કરી હોય તેને જ આવી પ્રતિકૂળતાના પ્રસંગ આવે
અભય: હું માતા ! પ્રતિકૂળસંયોગોમાં પણ જીવ ધર્મ કરી શકે? ચેલણાઃ હા ભાઈ ! ગમે તેવા પ્રતિકૂળ સંયોગ હોવા છતાં જીવ
ધર્મ કરી શકે છે; બહારના કોઈ સંયોગ જીવને નડતા
નથી. અભય: પણ અનુકૂળ સંયોગ હોય તો ધર્મ કરવામાં તે કાંઈક
મદદ તો કરેને! ચલણા : નહિ, ભાઈ ! ધર્મ તો આત્માના આધારે છે,
સંયોગના આધારે ધર્મ નથી. સંયોગનો તો આત્મામાં
અભાવ છે. અભય: તો બહારમાં અનુકૂળ ને પ્રતિકૂળ સંયોગ કેમ મળે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com