Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૫] શ્રેણીક: અરે, શું મુનિરાજે મને પણ ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપ્યા? ચલણાઃ હું મહારાજ! જૈનમુનિઓ તો વીતરાગી હોય છે. શત્રુ અને મિત્ર પ્રત્યે તેમને સમભાવ હોય છે, કોઈ પૂછે કે કોઈ નિંદા કરે તેમાં પણ સમભાવ છે, હીરાનો હાર કે ફણીધર નાગ એ બન્નેમાં પણ તેમને સમભાવ હોય છે.. અહો ! એ મુનિવરોની શી વાત ! શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.... શ્રેણીક: અહો, દેવી! ધન્ય છે આ મુનિરાજને! ખરેખર જૈનમુનિઓ સમાન જગતમાં બીજાં કોઈ નથી. અરેરે ! મેં પાપીએ કેવો ભયંકર અપરાધ કર્યો? ચેલણાઃ નાથ! આપ ગમે તેવો ઉપદ્રવ કર્યો છતાં આ વીતરાગી મુનિરાજ તો પોતાના ક્ષમાધર્મમાં અડગ જ રહ્યા છે, અને તમારા ઉપર પણ કરુણાદષ્ટિ રાખીને તમને ય ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપ્યા છે. નાથ ! આ વીતરાગી મુનિવરોનો જૈનધર્મ જ ઉત્તમ છે, તમે આ ધર્મનું શરણ કરો. જૈનધર્મના શરણે ગમે તેવા ભંયકર પાપનો પણ નાશ થઈ જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70