Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૫ ] (જરાક ચાલીને ગોઠણભેર થઈને ) નમોસ્તુ... નમોસ્તુ... નમોસ્તુ... ચેલણા: અહો, ધન્ય અવતાર! સાક્ષાત્ ભગવાન મારા આંગણે પધાર્યા... મારા હૈડાના હાર પધાર્યા... હૈડાના હાર આવો, ત્રિલોકી નાથ પધારો... ત્રિલોકી નાથ પધારો... સેવકને પાવન કરીને... ભવથી પાર ઉતારો... અભયકુમા૨: અહો, મારા નાથ પધાર્યા!! મને આ સંસારસમુદ્રથી છોડાવીને મોક્ષમાં લઈ જવા માટે મારા નાથ પધાર્યા. ચેલણા: ચાલો મહારાજ! આપણે ભગવાનનાં દર્શન કરવા જઈએ, અને ભગવાનનો દિવ્ય ઉપદેશ ઝીલીને પાવન થઈએ. શ્રેણીક: હા, દેવી ચાલો ! આખી નગરીમાં મંગલભેરી વગડાવો કે સૌ કોઈ ભગવાનનાં દર્શન કરવા માટે આવે... લ્યો માળી! આ તમને વધામણીનું ઈનામ !! [ ડોકમાંથી હાર વગેરે કાઢીને આપે છે.] [હાથમાં પૂજાના થાળ લઈને બધા સાથે ગાતાં ગાતાં જાય છે.] ચાલો, ચાલો, સહુ હળીમળીને આજ... મહાવી૨ વંદન જઈએ. ચાલો, ચાલો, સહુ હળીમળીને આજ... પ્રભુજીના વંદન જઈએ. ગાજે... ગાજે... જિનધર્મના જયકાર વૈભારિગિર પર જઈએ. [ગાતાં ગાતાં જાય છે: ને પડદા પાછળ જઈને ફરી આવે છે રસ્તામા બીજા અનેક માણસો વધી જાય છે.] Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70