________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૩]
એ તેમનાં સદભાગ્ય છે!! જૈનધર્મ તો પતિતપાવન છે, એના શરણે આવેલા પાપી પ્રાણીનો પણ ઉદ્ધાર થઈ જાય છે.
બૌદ્ધ (૨) : દેવી ! અમારા અપરાધ ક્ષમા કરો... અમે ભ્રમણામાં હતા, તેમાંથી આપે જ અમારો ઉદ્ધાર કર્યો છે, આપના પ્રતાપે જ અમને જૈનધર્મનું શરણ મળ્યું છે. કુમાર્ગથી છોડાવીને આપે જ અમને સાચા માર્ગમાં સ્થાપ્યા છે. માતા ! તમારો ઉપકાર કદી નહિ ભૂલીએ... (નગરશેઠ આવે છે.)
દીવાનજી: લ્યો ! આ નગરશેઠ પધાર્યા !!
શ્રેણીક: પધારો... નગરશેઠ પધારો...
નગરશેઠઃ મહારાજ! હું એક મંગલ વધાઈ આપવા આવ્યો છું. ચેલણામાતાના પ્રતાપે આપે જૈનધર્મ અંગીકાર કર્યો તે સમાચારથી આખી નગરીમાં આનંદ છવાઈ ગયો છે...આખી નગરી જૈનધર્મના જયકારથી ગાજી રહી છે... મહારાજ! મને જણાવતાં આનંદ થાય છે કે આખી નગરીમાં સમસ્ત પ્રજાજનો જૈનધર્મ અંગીકાર કરવા તૈયાર થયા છે...આજથી હું અને સમસ્ત પ્રજાજનો જૈનધર્મનો સ્વીકાર કરીએ છીએ... ( હર્ષનો ખળભળાટ ) ચેલણા: અહો ! ધન્ય છે... એકએક પ્રજાજનોને ધન્ય છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com