Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૦] શ્રેણીકઃ નહિ, નહિ. એ તો કોઈ જાદુગર છે, એણે જાદુના મંત્રથી કુતરાને થંભાવી દીધા છે પણ આજ હું વેરનો બદલો લીધા વગર રહેવાનો નથી. સૈનિકો ! જુઓ ! દૂર પેલો ભયંકર કાળો નાગ પડયો છે. તેને અહીં લાવો, એટલે આ મુનિના ગળામાં પહેરાવી દઉં! [ સર્પની ફેણ ઊંચી નીચી થતી દેખાય છે. ] [ પહેલો સૈનિક સર્પ લઈને શ્રેણીકને આપે છે.] શ્રેણીક લાવો. [તે સર્પ લઈને શ્રેણીકરાજા મુનિના ગળામાં પહેરાવે છે, ને રૌદ્ર અટ્ટહાસ્ય કરે છે: ] હા... હા.. હા.. હા. હું.. હા.. [ આ પ્રસંગે બીજો સૈનિક બેભાન જેવો થઈને નીચે બેસી જાય છે.] શ્રેણીકઃ બસ! મારા ગુરુના અપમાનનો બદલો મળી ચૂક્યો. ચાલો સૈનિકો! આ સમાચાર જલદી જલદી મારા ગુરુને આપીએ. [ જાય છે. બીજો સૈનિક બેસી રહે છે. ] [ પડદામાંથી આકાશવાણી] : અરરર! ધિક્કાર! ધિક્કાર! ધિક્કાર! પરમ વીતરાગી જૈનમુનિ ઉપર ઘોર ઉપસર્ગ કરીને શ્રેણીક રાજાએ સાતમી નરકનું ઘોર પાપકર્મ બાંધ્યું! [ પડદો પડે છે. દશ્ય બદલાય છે.] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70