________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૮ ]
શ્રેણીક : મહારાજ! વખત આવ્યે હું પણ ચેલણાના ગુરુનું અપમાન કરીને આનો બદલો વાળીશ.
બૌદ્ધ (૨) : હા રાજન! તું બૌદ્ધનો ભક્ત હો તો જરૂર એમ કરજે.
શ્રેણીક: જરૂર કરીશ... મહારાજ!
[બૌદ્ધગુરુઓ વિદાય થાય છે... બે સૈનિકો પ્રવેશ કરે છે. બન્ને સૈનિકોનો વેશ જુદો જુદો રાખવો.]
શ્રેણીક: ચાલો સામન્તો ! આજ તો શિકાર કરવા જઈએ.
[જાય છે. સાથે બે સામન્તો છે. શ્રેણીક એકીટસે દૂરથી પડદા તરફ જોઈ રહે છે– ] ( પછી પડદાની અંદર મુનિ પાસે લાઈટ કરવી.)
શ્રેણીક: અરે, ત્યાં દૂર દૂર શું દેખાય છે? શું કોઈ શિકાર હાથમાં આવ્યો ?
સૈનિક : જી હા, મહારાજ! એ કોઈ શિકાર લાગે છે.
બીજો સૈનિક : નહિ મહારાજ! એતો કોઈ મનુષ્ય લાગે છે; વળી એની આસપાસ તેજમય પ્રભામંડળ દેખાય છે; તેથી જરૂર એ કોઈ મહાપુરુષ હશે.
શ્રેણીક : ચાલો, નજીક જઈને તપાસ કરીએ.
સૈનિક (૧) : મહારાજ, ત્યાં તો કોઈ ધ્યાનમાં બેઠું છે.
સૈનિક (૨) : અરે, એ તો જૈન મુનિ છે... અહા, જુઓ તો ખરા એમની મુદ્રા કેવી શાંત છે! જાણે ભગવાન બેઠા હોય-એવું જ લાગે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com