Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૨૧] બાલિકા: ખોટું! તદ્દન ખોટું! દેખો મહારાજ ! મારા હાથમાં તો કાંઈ જ નથી. શું આવી જ તમારી સર્વજ્ઞતા છે !! ચેલણાઃ અરે બેટા ! હવે એ ચર્ચા છોડો... તે મને જમવા બે સાડી દો. અભય: મહારાજ! આપ જમવા પધારો. [ બૌદ્ધગુરુઓ અંદર જાય છે, થોડીવારે જમીને પાછા આવે છે. ] બૌદ્ધગુરુ (૨) : મહારાણીજી, આજ અહીં આવવાથી અમને બહુ આનંદ થયો... અને વળી તમારી ધર્મશ્રદ્ધા દેખીને વિશેષ આનંદ થયો. અભય: અરે, મહારાજ! તમને અહીં ભોજન કરાવ્યું તેથી શું તમે એમ માનો છો કે હવે મારા માતાજી બૌદ્ધધર્મના અનુયાયી બની જશે? બૌદ્ધ (૨) : હા, કુંવરજી! જરૂર અમને વિશ્વાસ છે કે હવે ચલણાદેવી બૌદ્ધધર્મના ભક્ત બની જશે, અને આખા ભારતમાં બૌદ્ધધર્મના વિજયડંકા વાગી જશે. ચેલણાઃ અરે મહારાજ! તમારી એ વાત સ્વપ્ન પણ બનવાની નથી. તમારા જેવા લાખ બૌદ્ધસાધુઓ ભેગા થાય તો પણ મને જૈનધર્મથી ડગાવી શકનાર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70