Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવેશ બીજો ] બૌદ્ધગુરુઓને નિમંત્રણ અને પરીક્ષા [બે બૌદ્ધગુરુઓ પાટલા ઉપર બેઠા-બેઠા પુસ્તક વાંચે છે.] બૌદ્ધગુરુઓઃ બુદ્ધ શરણં ગચ્છામિ.... બુદ્ધ શરણં ગચ્છામિ... બુદ્ધ શરણં ગચ્છામિ... [ ત્યાં શ્રેણીક આવે છે.] શ્રેણીક: નમોસ્તુ, મહારાજ ! બૌદ્ધ (૧) આવો રાજન! ચલણા રાણીના શા સમાચાર છે? શ્રેણીકઃ મહારાજ ! ચલણા ઘણા દિવસથી ઉદાસ હતી, તેથી આજે મેં તેને જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની છૂટ આપી છે. બૌદ્ધ (૨) : શું! ચલણાને તમે જૈનધર્મની છૂટ આપી ? શ્રેણીકઃ જી હા મહારાજ ! અને બીજા સમાચાર એ છે કે મેં ચેલણા પાસે આપની ખૂબ પ્રશંસા કરી તેથી પ્રસન્ન થઈને તેણે આપને ભોજનનું આમંત્રણ આપ્યું છે. બૌદ્ધ (૧) : બહુ સારું રાજન્ ! અમે જરૂર જઈશું અને ચેલણાને સમજાવીને બૌદ્ધધર્મની ભક્ત બનાવીશું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70