Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬ ] અને આખી નગરીમાં જૈનધર્મના જયકાર ગાજી ઊઠશે. ચેલણાઃ વાહ પુત્ર વાહ! ધન્ય એ ઘડી! અભયઃ માતા, આજે તો આપણો આનંદનો દિવસ છે. ચાલો, ભક્તિ દ્વારા આપણો આનંદ વ્યક્ત કરીએ. [અહીં સુવિધા અનુસાર નાનું પ્રસન્નતાસૂચક ગીત ગાવું... ગીતની પસંદગી સંવાદ ભજવનારાઓએ જાતે કરી લેવી. અથવા ટાઈટલ પેજ ત્રીજા ઉપર છાપેલું ગીત ગાવું. ] ચેલણાઃ પુત્ર અભય, મહારાજાએ આપણને જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની છૂટ આપી છે, તેનો આપણે આજથી જ ઉપયોગ કરીએ. અભય: હા માતા, જરૂર એમ કરીએ, નહિતર બૌદ્ધગુરુઓ વચ્ચે વિશ્ર્વ નાંખશે. પણ માતા! જૈનધર્મની પ્રભાવના માટે આપણે શું ઉપાય કરીશું ? ચેલણા: ભાઈ, મને એક ભવ્ય જિનમંદિર બંધાવવાનો વિચાર આવ્યો છે; અત્યારે જ દીવાનજીને બોલાવીને તેની શરૂઆત કરી દઈએ. અભય: બહુ સારૂં, માતા ! અને પછી એ જિનમંદિરમાં શ્રી જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાનો એવો ભવ્ય મહોત્સવ કરીશું કે જૈનધર્મનો પ્રભાવ દેખીને આખી નગરી આશ્ચર્યમાં પડી જાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70