Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૪] નથી. તમારો બૌદ્ધધર્મ તો એકાન્ત ક્ષણિકવાદી છે અને બૌદ્ધગુરુઓ સર્વજ્ઞતાના અભિમાનથી દગ્ધ છે. મારા અરિહંતદેવ સિવાય મોક્ષમાર્ગના પ્રણેતા આ જગતમાં કોઈ છે જ નહીં. રાજન્ ! તમારું પણ એ જ ધર્મ અંગીકાર કર્યો કલ્યાણ થવાનું છે. શ્રેણીકા દેવી! એ ચર્ચા છોડો. આ રાજ્યમાં તમે ઇચ્છાનુસાર જૈનધર્મને અનુસરો. જિનમંદિરો કરાવો, જિનેન્દ્રપૂજા અને મહોત્સવ કરાવો; તમારે માટે આ રાજ્યભંડાર ખુલ્લા છે. માટે તમે દુઃખ છોડો અને જેમ તમને પ્રસન્નતા ઉપજે તેમ કરો. તમારા જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની તમને છૂટ છે. પરંતુ હું તો બૌદ્ધધર્મ જ પાળવાનો છું; બૌદ્ધધર્મ સિવાય બીજા કોઈ ધર્મને હું ઉત્તમ માનતો નથી. [ શ્રેણીક ચાલવા માંડે છે. ત્યાં સામેથી અભયકુમાર આવે છે.] અભયઃ પિતાજી... ! અત્યારે બૌદ્ધધર્મના અભિમાનથી તમે ગમે તેમ બોલો, પરંતુ મારી વાત યાદ રાખજો કે એકવાર મારી આ ચેલણામાતાના પ્રતાપે તમારે પણ જૈનધર્મના શરણે આવીને તમારું શીર ઝુકાવવું પડશે અને ત્યારે તમારા પશ્ચાત્તાપનો પાર નહીં રહે. શ્રેણીકઃ અરે, એ વાત છોડો. મારા બૌદ્ધગુરુઓ તો સર્વજ્ઞ છે, તેઓ બધી વાત જાણી શકે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70