________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ] અભયઃ અરે માતા! દુ:ખી ન થાવ. તમે તો અંતરના
ચૈતન્યતત્વના જાણકાર છો; પરમ નિઃશંકતા, વાત્સલ્ય અને ધર્મપ્રભાવના વગેરે ગુણોથી આપ શોભો છો. માટે વૈર્યપૂર્વક અત્યારે તો આપણે એવો કોઈ ઉપાય વિચારીએ કે જેથી સારાય રાજ્યમાં જૈનધર્મના
વિજયડંકા વાગી જાય. ચલણા: પુત્ર, એવો કોઈ ઉપાય તને સૂઝે છે? અભયઃ હા માતા! જુઓ, મહારાજાને તમારા ઉપર બહુ પ્રીતિ
છે, એટલે તમે તેમને કોઈ પણ રીતે એ વાત સમજાવો કે બોદ્ધધર્મનો એકાંત ક્ષણિકવાદ મિથ્યા છે, અને અનેકાંતરૂપ જૈનધર્મ એક જ પરમ સત્ય છે. બસ! એક મહારાજાનું હૃદય પલટો, પછી તો આપણે બધુંય કરી
શકીશું. ચેલણા: હા ભાઈ, તારી વાત સાચી છે. હું મહારાજાને
સમજાવવા જરૂર પ્રયત્ન કરીશ. અભયઃ સારૂં માતા ! હું જાઉં છું.
[અભયકુમાર જાય છે; દશ્ય બદલાય છે.] [ચલણા વિચાર મગ્ન બેઠી છે, શ્રેણીકરાજા આવે છે. એક સખી
ચેલણાની પાસે બેઠી છે. ] સખી : બહેન, શ્રેણીકરાજા પધારે છે. શ્રેણીક: શું વિચાર કરો છો, દેવી! હમણાં ઉદાસ કેમ છો?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com