Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૦] નહિ હોય કે હું ક્યાં છું? હે પિતાજી! આપે જૈનધર્મના જે સંસ્કાર સીંચ્યા છે તેના બળે હવે તો હું જ મહારાજાને જૈન બનાવીશ, અને આપણા જૈનધર્મને શોભાવીશ. અભય: ધન્ય માતા, આપના પ્રતાપે એમ જ થશે, અને એકવાર સારા રાજ્યમાં જૈનધર્મની જાહોજલાલી ફેલાઈ જશે. ચેલણા: ભાઈ! વૈશાલીના પણ કાંઈ સમાચાર નથી. ત્રિશલામાતાના નંદન મહાવીરકુમાર શું કરતા હશે? મારી નાની બેન ચંદના શું કરતી હશે ! અહો, તે દેશને ધન્ય છે કે જ્યાં તીર્થકર ભગવાન પોતે બિરાજી રહ્યા છે. અરે! ત્યાંના ક્ષેમકુશળના સમાચાર પણ સાંભળવા મળે તો કેવું સારું! અભયઃ જુઓ, માતા, દૂરથી કોઈ દૂતી આવતી લાગે છે. [ દૂતી આવે છે] ચેલણાઃ આવ બહેન આવ! શું છે મારા દેશના સમાચાર? ત્યાં ચતુર્વિધ-સંઘ તો કુશળ છે ને! મહાવીરકુમાર હજી દીક્ષિત તો નથી થયાને? મારી નાની બહેન ચંદના તો આનંદમાં છે ને? દૂતી: માતા, જૈનધર્મના પ્રતાપે ચતુર્વિધ સંઘ તો કુશળ છે; મહાવીરકુમાર તો વૈરાગ્ય પામીને દીક્ષિત થઈ ગયા...... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70