________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદ્યાત
[ પડદો ઉઘડતાં પહેલાં સૂત્રધારે બોલવાનું ]
બોલિયે.. મહાવીર ભગવાનકી જય હો. આજથી અઢી હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન મહાવીર આ ભરતભૂમિમાં તીર્થંકરપણે વિચરતા હતા તે સમયનો આ પ્રસંગ છે. મહારાણી ચેલણા દ્વારા જૈનધર્મની જે મહાન પ્રભાવના થઈ તે આ સંવાદ દ્વારા દર્શાવવામાં આવશે. ચેલણાદેવી તે મહાવીરભગવાનની માસી, સતી ચંદનાની બહેન, અને શ્રેણીક. રાજાની મહારાણી; રાજગૃહીના રાજમહેલમાં તે ઉદાસચિત્તે બેઠી છે. તે શું વિચારી રહી છે ! તે તેના જ મુખે આપ સાંભળો.....
(પડદો ખૂલે છે.)
[ નોંધ - અભયકુમાર તે ચેલણાનો પુત્ર નથી, બીજી રાણીનો પુત્ર છે, પરંતુ ધાર્મિક પ્રેમને લીધે બન્ને વચ્ચે સગા માતા-પુત્ર જેવો જ સ્નેહ છે. આ ઉપરાંત આ નાટકમાં મહાવીર ભગવાનની દીક્ષાનો અહેવાલ વગેરે પ્રસંગો પણ સંવાદ ભજવવાની અનુકૂળતાને લક્ષમાં રાખીને આગળ-પાછળ રજદૂ કરાયા છે તે લક્ષમાં રાખવા ઈતિહાસશોને વિનંતિ છે.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com