Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
આવે-એ સ્પષ્ટ છે. આ શ્લોકમાં ત્રણ હેતુઓ જણાવ્યા છે. એનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરાશે.
૩૦-૩યા _ _ _ આ રીતે શ્રી કેવલજ્ઞાનીઓના કવલભક્તિના અભાવના સમર્થન માટે નવ હતુઓનું નિરૂપણ કરીને બીજા પણ કેટલાક હેતુઓ જણાવાય છે
भुक्त्या निद्रादिकोत्पत्तेस्तथा ध्यानतपोव्ययात् । परमौदारिकाङ्गस्य, स्थास्नुत्वात् तां विनाऽपि च ॥३०-४॥
“ભોજન(ક્વલાહાર) કરવાના કારણે નિદ્રા વગેરેની ઉત્પત્તિ થતી હોવાથી ધ્યાન અને તપનો ખંડ પડવાથી અને પરમઔદારિક શરીર ભોજન વિના પણ લાંબા કાળ સુધી રહી શકતું હોવાથી (કેવલજ્ઞાનીઓ ભોજન કરતા નથી.)”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભોજન કરીએ એટલે નિદ્રા વગેરે આવે જ. નિદ્રાદિ વ્યાપક છે અને ભોજન વ્યાપ્ય છે. જ્યાં જ્યાં ભોજન છે, ત્યાં ત્યાં નિદ્રાદિ છે. શ્રી કેવલીભગવંતોને નિદ્રાદિ હોતા નથી. તેથી વ્યાપકના અભાવમાં તેના વ્યાપ્યભૂત ભોજન(વલાહાર)નો પણ અભાવ હોય છે-એ સ્પષ્ટ છે. અહીં નિદ્રાદ્રિમાં રહેલ મારિ પદથી રસનેન્દ્રિયથી ઉત્પન્ન થનારા મતિજ્ઞાનનો(રાંસન જ્ઞાનનો)
些些些际些际些些些些际",希些斥些隔些后些脈些际些际上标示