Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 50
________________ થાય છે. અન્યથા કાળમાત્રને કાર્યની પ્રત્યે કારણ માનવાથી કાલેતર તે તે કારણોને કારણ નહીં મનાય. દરેક કાર્ય તે તે નિયત સમયે થઈ જશે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. m૩૦-૨પા. g] ] તેરમા અને ચૌદમા હેતુનું નિરાકરણ કરાય છેपरोपकारहानिश्च, नियतावसरस्य न । पुरीषादिजुगुप्सा च, निर्मोहस्य न विद्यते ॥३०-२६॥ “પરોપકાર માટે ચોક્કસ અવસર જેઓશ્રી પાસે છે તે શ્રી કેવલપરમાત્માને પરોપકારની હાનિ થતી નથી. તેમ જ નિર્મોહી એવા પરમાત્માને મૂત્ર-પુરીષાદિની જુગુપ્સા હોતી નથી.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્મા દિવસના ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર(બે ઘડી જ) વાપરતા હોવાથી બાકીનો બધો જ કાળ તેઓશ્રીને પરોપકાર કરવા માટે મળતો હોવાથી પરોપકારની હાનિનો પ્રસ આવતો નથી. તેમ જ જુગુપ્સામોહનીયકર્મ સર્વથા ક્ષીણ થયેલું હોવાથી નિર્મોહ શ્રી કેવલી પરમાત્માને મળ-મૂત્રાદિની જુગુપ્સા થતી નથી... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૦-૨દા. - ચૌદમા હેતુનું સ્પષ્ટતાપૂર્વક નિરૂપણ કરાય છે તૌl

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58